ETV Bharat / city

બાળકીઓને એકલી મૂકતાં પહેલા થઈ જજો સાવધાન નહીં તો... - Rape Crime Case in Rajkot

રાજકોટમાં બે સંતાનના પિતાએ માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો એક ચોંકાવનારો (Rape Case in Rajkot) કિસ્સો સામે આવ્યો છે. ત્યારે હાલ આ ઘટના બાદ (Crime case in Rajkot) પોલીસે નરાધમને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે.

બાળકીઓને એકલી મૂકતાં પહેલા થઈ જજો સાવધાન નહીં તો...

author img

By

Published : Jul 22, 2022, 10:33 AM IST

Updated : Jul 22, 2022, 11:31 AM IST

રાજકોટ : રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મ બનાવ સામે આવી રહ્યા છે,ત્યારે રાજકોટ શહેરમાં દુષ્કર્મની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બે સંતાનોના પિતાએ તરુણીને ફોસલાવીને ચાલતી સ્લીપર બસમાં દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીએ તરુણીને રૂપિયા તેમજ મોબાઈલની લાલચ આપી હતી. પરંતુ બાળકી ન માનતા બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જેની જાણ બાળકીના માતા - પિતાને થતાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

બે સંતાનના નરાધમે માસુમ બાળકી પર આચર્યું દુષ્કર્મ

શું હતી ઘટના - આરોપી બાઈક ચાલક તરુણી અને તેના બે નાના ભાઇને રેસકોર્સ (Rape Crime Case in Rajkot) લઇ ગયો હતો અને બાદમાં બંને ભાઈઓને હોસ્પિટલ નજીક ઉતારી તરુણીને સ્લીપર બસમાં લઈ ગયો હતો. માસુમને પ્રથમ રૂપિયા અને બાદમાં મોબાઈલની લાલચ આપી હતી. જોકે આમ છતાં બાળકી નહિ માનતા બળજબરીથી કપડાં ઉતરાવી દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે, ત્યારે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તરત જ કાર્યવાહી કરીને આરોપી યુવકને કલાકોમાં ઝડપી પાડી (Father Raped the Girl) કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરાધમ
નરાધમ

આ પણ વાંચો : યુવતીએ પ્રેમસંબંધ રાખવાનો ઇનકાર કરતા પ્રેમીએ અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, શું છે કહાની

ભાઈઓને ઉતારી બહેનને લઈ ગયો - આ બનાવમાં પીડિતાની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમને સંતાનમાં ચાર પુત્ર અને બે પુત્રી છે. પોતે કારખાનામાં મજૂરી કરીને નિર્વાહ ચલાવે છે. સૌથી મોટો પુત્ર 18 વર્ષનો અને સૌથી નાનો પુત્ર 2 માસની ઉંમરનો છે. પતિ ચાર માસથી પત્ની સંતોનેને છોડી અન્યત્ર રહેવા ચાલ્યો ગયો છે. 25 દિવસ પહેલાં બે મહિનાના પુત્રને આંચકી ઉપડતા સિવિલ હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં સારવાર હેઠળ રાખ્યો છે. જેમાં મંગળવારે રાતે દવાખાને હતા, ત્યારે જમવાનું બાકી હોવાથી 16 વર્ષની પુત્રી તેમજ 13 અને 10 વર્ષના પુત્ર જમવાનું લેવા ગયા હતા. બાદમાં સાડા અગિયાર વાગે પરત આવેલા બન્ને પુત્રએ કહ્યું હતું કે લોટરી બજાર નજીક જમવાનું લેવા ગયા ત્યારે હોન્ડા લઈને આવેલા અજાણ્યો શખ્સ ત્રણેયને બાઇકમાં બેસાડીને થોડીવાર રેસકોર્સ ફેરવીને ત્રણેયને લઇ હોસ્પિટલના દરવાજા પાસે આવ્યા હતા. જ્યાં બન્ને ભાઈઓ ને ઉતારી 16 વર્ષની બહેનને લઈ ગયો હતો.

બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું - આ જાણીને પુત્રીને શોધવા તેમજ ફરિયાદ કરવા ફરિયાદી પ્રદ્યુમનનગર પોલીસ મથક ગયા હતા, ત્યારે આ દરમિયાન રાતે અઢી-ત્રણ વાગ્યાના અરસામાં સિવિલમાં બાળકોના દવાખાના પાસે પહોંચ્યા. પુત્રી પગથિયા પાસે બેઠી હતી. આ બનાવમાં પોલીસે તરૂણીને વિશ્વાસમાં લઇને પૂછપરછ કરતા તરૂણીએ કહ્યું હતું કે, બાઇક સવાર શખ્સ ચોટીલા ફરવા (Minor Girl Rape Case) જવાનું કહીને ગ્રીનલેન્ડ ચોકડીએ બાઈક પાર્ક કરીને તેને એક ટ્રાવેલ્સની બસમાં ઉપરની સીટમાં સુવડાવી હતી. બાદમાં રૂપિયા 500 આપવાનું કહી શરીર સંબંધ બાંધવાની માગણી કરી હતી. જોકે, ઇન્કાર કરતા મોબાઇલની લાલચ આપી હતી. છતાં તાબે નહીં થતાં બળજબરીથી નીચેના વસ્ત્રો ઉતરાવીને દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ પણ વાંચો : અધૂરી તપાસે પરિવારને કર્યો વેરવિખેર, દીકરી સાથે દુષ્કર્મ કેસમાં નિર્દોષ પિતાની હૃદય કંપાવતી આપવીતી...

આરોપીની પૂછપરછ હાથ ધરી - બાદમાં બસ ઉભી રખાવીને બન્ને નીચે ઉતરી એક કાર દ્વારા લિફ્ટ લઈ તેમાં ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યા હતા. ત્યાંથી આ યુવક તેણીને બાઇકમાં અહીં સરકારી દવાને ઉતારી ગયો હતો. માસુમની ફરિયાદને આધારે પોલીસે ત્વરીત પીછો કરી આરોપીને ઝડપી લીધો હતો. આ બનાવમાં ઝડપાયેલ નામ હનીફ ખાલીદ આરબ હોવાનું અને તે પરિણીત તેમજ બે સંતાનનો પિતા હોવાનું ખૂલ્યું છે. હાલ આરોપીએ આ પ્રકારે અન્ય કોઇને વાસનાનો શિકાર બનાવી છે કે કેમ તે દિશામાં પોલીસે પૂછપરછ (Crime case in Rajkot) હાથ ધરી છે.

Last Updated : Jul 22, 2022, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.