ETV Bharat / city

રાજકોટ મનપા કચેરી ખાતે વાછરડા સાથે માલધારી સમાજે કર્યો વિરોધ, ઉઠાવ્યો આ પ્રશ્ન - રાજકોટ મનપા કચેરી

રાજકોટ કોર્પોરેશન (Rajkot Corporation)ના કર્મચારીઓ દ્વાર ઘરે બાંધેલા ઢોરના મુદ્દે વારંવાર હેરાન કરવામાં આવતા હોવાના પ્રશ્ન સાથે માલધારી સમાજ (Maldhari Community)ના યુવાનોએ રાજકોટ મહાનગર પાલિકા કચેરી (Rajkot Municipal Corporation Office)ખાતે વિરોધ કર્યો હતો. માલધારી સમાજના યુવાનોએ વાછરડા સાથે અહીં વિરોધ કર્યો હતો.

રાજકોટ મનપા કચેરી ખાતે વાછરડા સાથે માલધારી સમાજે કર્યો વિરોધ

author img

By

Published : Oct 20, 2021, 10:28 PM IST

  • રાજકોટ મહાનગર પાલિકા કચેરી ખાતે માલધારી સમાજે કર્યો વિરોધ
  • વાછરડા સાથે માલધારી સમાજના યુવાનોએ વિરોધ કર્યો
  • કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા ઘરે બાંધેલા ઢોર મુદ્દે હેરાન કરવામાં આવતા હોવાનું કહ્યું

રાજકોટઃ રાજકોટ મહાનગર પાલિકા કચેરી (Rajkot Municipal Corporation Office)ખાતે આજે માલધારી સમાજ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં માલધારી સમાજના યુવાનો વાછરડાને લઈને મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત માટે દોડી આવ્યા હતા. તેમજ તેમણે રાજકોટના ડેપ્યૂટી મેયર ડો. દર્શિતા શાહ (Deputy Mayor of Rajkot Dr. Darshita Shah)ને રજૂઆત કરી હતી કે કોર્પોરેશનના કર્મચારીઓ (Employees of the corporation) દ્વારા ઘરે બાંધેલા ઢોર મુદ્દે વારંવાર તેમને હેરાન કરવામાં આવે છે.

કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા ત્રાસ આપવામાં આવે છે

માલધારી સમાજના યુવાનોએ રાજકોટના ડેપ્યૂટી મેયર ડો. દર્શિતા શાહને રજૂઆત કરી હતી

તેમણે કહ્યું કે, તેમના પાલતુ ઢોરને પુરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં કોર્પોરેશનના કર્મચારીઓ તેમને વારંવાર ધમકીઓ સહિતની ત્રાસ આપી રહ્યા છે. આ કારણે રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં રહેતા માલધારી સમાજમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે આજે આ સમગ્ર મામલે માલધારી સમાજના યુવાનો વાછરડાને લઈને કોર્પોરેશન કચેરી ખાતે રજૂઆત માટે દોડી આવ્યા હતા.

મેયરના ઢોર અંગેના નિવેદનનો વિરોધ

થોડા દિવસ પહેલા રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવ દ્વારા રાજકોટને ઢોર મુક્ત કરવાનું નિવેદન આપવામાં આવ્યું હતું. જેને લઇને રાજકોટમાં અલગ-અલગ વિસ્તારમાં વસતા માલધારી સમાજમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. જ્યારે માલધારી સમાજ ઢોર એટલે કે ગાયને પોતાની માતા માનતા હોય છે. તેમજ ગાયને લઈને જે પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું છે તેને લઈને માલધારી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઈને આજે કોર્પોરેશન કચેરી ખાતે માલધારી સમાજના યુવાનો હાથમાં વાછરડું લઈને કોર્પોરેશન ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા.

વાછરડું લઈને કોર્પોરેશન ખાતે નોંધવામાં આવ્યો વિરોધ

માલધારી સમાજના યુવાનો આજે કોર્પોરેશન કચેરી ખાતે વાછરડું લઈને રજૂઆત કરવા માટે આવ્યા હતા. ત્યારે તેમણે ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહને રજૂઆત કરી હતી કે કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા તેમને ઢોર મુદ્દે વારંવાર હેરાન કરવામાં આવી રહ્યા છે અને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. તેમજ તેમના પાલતુ ઢોરને ડબ્બામાં પૂરી દેવામાં આવે છે. આમ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા માલધારી સમાજ ઉપર ઢોરને લઈને અવારનવાર ત્રાસ ગુજારવા આવે છે. જેને લઈને આજે માલધારી સમાજના યુવાનો દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે અનોખી રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં પોલીસ કચેરી સામે રીક્ષા ચાલકને ઢોર માર મરાયો, કોઈ કાર્યવાહી નહી

આ પણ વાંચો: રાજકોટમાં પાણી મુદ્દે સ્થાનિકો ગરમાયા, કચેરીએ નાખ્યા ધામા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.