રાજકોટ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચૂકી છે. તેમાં થોડા સમયમાં દિલ્હીમાં અને હાલ પંજાબમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીના નેતાઓ અને ઉમેદવારો પણ આવનારી ચૂંટણી અને લઈને સક્રિય થતા હોવાનું સામે આવે છે જેમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો કેજરીવાલના મહોલ્લા ક્લિનિક સામે ગુજરાત સરકારનો આરોગ્ય ક્ષેત્રે નવો પ્લાન તૈયાર
AAPની બીજી યાદી જાહેર ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી (Aam Aadmi Party Candidate List) આમ આદમી પાર્ટીએ બહાર પાડી છે. જેમાં થોડા દિવસ પહેલા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. ફરી એક વખત બીજી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના ગોંડલ વિધાનસભા (Gondal Assembly of Rajkot District) અને ધોરાજી ઉપલેટા વિધાનસભાના (Dhoraji Upaleta Assembly) ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો કેજરીવાલની ગેરેન્ટી, જો સુધારો નહી તો બીજીવાર મત નહીં
આપનો ઉત્સાહનો માહોલ રાજકોટ જિલ્લાના ગોંડલ વિધાનસભાની આવનારી ચૂંટણી માટેના ઉમેદવાર માટે નિમિષા ખૂંટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ધોરાજી ઉપલેટા વિધાનસભાની બેઠક માટે પણ વિપુલ સખીયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાની આ બન્ને બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થતાં જ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે ઉમેદવારને શુભકામનાઓ સાથે હાર પહેરાવીને અભિનંદન પાઠવી ઉજવણી પણ જોવા મળી છે.