ETV Bharat / city

ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાંથી ફોર્મ પરત ખેંચનારા ભાજપના ઉમેદવારે દવા પીધી - ગ્રામ પંચાયત ઇલેક્શન

ધોરાજી તાલુકા પંચાયત ચૂંટણીમાં ઝાંઝમેર સીટ પરથી ભાજપ તરફથી ઉમેદવારી કરનારા ડો. ચિરાગ દેસાઈએ દવા પીધી હતી. તેમની હાલત ગંભીર થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. તેમના પિતાએ કહ્યું કે, ચૂંટણીની ચિંતામાં દવા પીધી છે.

ડો.ચિરાગ દેસાઈએ પીધી દવા
ડો.ચિરાગ દેસાઈએ પીધી દવા
author img

By

Published : Feb 18, 2021, 1:28 PM IST

  • ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવનારા ડો.ચિરાગ દેસાઈએ પીધી દવા
  • ચૂંટણીની ચિંતાને લઇને ઝેરી દવા પીધી
  • ઉમેદવારે દવા પીતા રાજકારણમાં ગરમાવો

રાજકોટ: ગુજરાત રાજ્યમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અવનવા બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે સામે આવી છે.

દવા પીતા રાજકારણ ગરમાયું

ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણી હોવાથી અલગ-અલગ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો ઉભા રાખતા હોય છે. ત્યારે કોંગ્રેસ તરફથી હરપાલસિંહ ચુડાસમા ઝાંઝમેર સીટ પરથી બિનહરીફ ચૂંટાયા હતા. તેનું કારણ એવું છે કે તેમની સામે ઉમેદવારી કરી રહલા ભાજપ પક્ષના ડો. ચિરાગ દેસાઈએ ફોર્મ પરત ખેંચવાના દિવસે પોતાનું ઉમેદવારી પત્ર ખેંચી લીધું હતું માટે કોંગ્રેસના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમા બિનહરીફ ચૂંટાયા હતા. ત્યારબાદ બુધવારે એક એવી ઘટના સામે આવી જેના હિસાબે ધોરાજીના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

ચૂંટણીની ચિંતાને લીધે પીધી દવા

હાલ સારવાર હેઠળ ખસેડાયા

ધોરાજી તાલુકા પંચાયતની ઝાંઝમેર સીટના ભાજપના ઉમેદવાર ડો. ચિરાગ દેસાઈએ ઝેરી દવા પી લેતા તેમને હોસ્પિટલમાં ICUમાં ખસેડવામાં આવ્યા છે. ફોર્મ પરત ખેંચનારા ભાજપના ઉમેદવારના પિતા રમેશભાઈ ડાયાભાઇ દેસાઈએ કહ્યું હતું કે, ડો. ચિરાગ દેસાઈ ચૂંટણીની ચિંતામાં રહેતા હતા. તેથી તેમણે દવા પી લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.