- રાજકોટમાં આવેલા સન્ની પાજી દા ઢાબાના માલિકની ETV Bharat સાથે વાતચીત
- પંજાબના ઢાબા પર બેસીને પંજાબી વાનગીઓની માજા માણતા હોવાનો અહેસાસ
- લોકોને ઢાબાની સર્વિસ સારી લાગે તો બેલ વગાડીને સ્ટાફને બિરદાવે છે
રાજકોટ: શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા સન્ની પાજી દા ઢાબા ( Sunny Paji Da Dhaba ) હાલ, રાજકોટની આગવી ઓળખ બન્યું છે. રાજકોટ સહિત આસપાસના ખાણીપીણીના શોખીઓ અચૂક ઢાબાની મુલાકાતે આવતા હોય છે અને અહીં ઓરિજિનલ પંજાબી વાનગીઓ ( Punjabi Dishes )નો સ્વાદ માણતા હોય છે. હાલ અહીં બપોર અને રાતે એમ બન્ને ટાઈમ જમવાનું મળે છે, જ્યારે દિવસ દરમિયાન અહીં લોકોની ભીડ જોવા મળતી હોય છે. તેમજ તહેવાર દરમિયાન અહીં લોકોનો જાણે મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો સર્જાય છે.
આ પાણ વાંચો: શુકન-અપશુકનની માન્યતાઓમાં દટાયેલું સૌરાષ્ટ્ર! : સર્વે
દેશી પંજાબી વાનગીઓ અહીંની સ્પેશિયાલિટી
સન્ની પાજી દા ઢાબા રાજકોટની એક માત્ર એવું રેસ્ટોરન્ટ છે, કે જ્યાં લોકોને સંપૂર્ણ પંજાબી વાતાવરણ મળે છે. જ્યારે અંદર પ્રવેશો એટલે પંજાબી સોન્ગ સાથે તમારું સ્વાગત થાય છે. ઢાબાની અંદર 100 વર્ષ જૂનું બળદ ગાડું, ટ્રેક્ટર, ઘોડા સહિતની ગામડાની તમામ વસ્તુઓ જોવા મળે છે. જ્યારે ઢાબાની અંદર પણ અનેક પંજાબી સ્વાતંત્ર સેનાનીઓના ફોટો જોવા મળે છે. આ ઢાબાની પટિયાલા લસ્સી સાથે ચીઝ નાન, અંગારા પનીર, ભઠ્ઠાની દાળ મખ્ખની ખૂબ જ વખણાય છે. જે લોકને દેશી પંજાબના ફૂડની યાદ અપાવે છે, જ્યારે સ્વાદ રસિકો પણ અહીં ઓરિજિનલ પંજાબી ટેસ્ટ માણવા માટે આવતા હોય છે.
દરરોજ 1000થી વધુ લોકો આવે છે ઢાબાની મુલાકાતે
સન્ની પાજી દા ઢાબાના માલિક સન્નીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ કોરોનાનો માહોલ હોવાના કારણે અમે અહીં બેઠકની કેપેસિટી ઘટાડી છે. જ્યાં 100 લોકો એક સાથે બેસીને જમતા હતા ત્યાં, હવે અમે માત્ર 25 લોકોને બેસાડીએ છીએ. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સ પણ જડવાઈ રહે છે. જેને લઈને દરરોજ ઓછામાં ઓછા 1000થી વધુ લોકો અહીં જમવા માટે આવે છે. મોટાભાગના લોકો પોતાના મિત્રો અને ફેમિલી સાથે આવે છે. જ્યાં તેમને સંપૂર્ણ પંજાબી વાતાવરણ મળી રહે છે.
આ પાણ વાંચો: Lion Census in Gujarat - સિંહોની સંખ્યા 674 પહોંચી હોવાનું અનુમાન, કોરોનાને કારણે સિંહની ગણતરી હજૂ બાકી
સન્ની પાજી દા ઢાબાની 5 બ્રાન્ચ
રાજકોટ- જામનગર રોડ પર આવેલા સન્ની પાજી દા ઢાબાની કુલ 5 અલગ અલગ બ્રાન્ચ છે. જેમાં રાજકોટમાં યાજ્ઞિક રોડ, જામનગર રોડ, ધ્રોલ અને 2 મોરબીમાં છે. રાજકોટમાં જામનગર રોડ પર આવેલી બ્રાન્ચ હાલ એટલી લોકપ્રિય છે કે, આ બ્રાન્ચના કારણે તેમને શહેરની મધ્યમાં યાજ્ઞિક રોડ પર પોતાની બ્રાન્ચ શરૂ કરવી પડી છે. જેના કારણે લોકોને જો જામનગર રોડ લર આવેલા ઢાબા પર ન જવું હોય અને પોતાના ઘરે પાર્સલ લઈને જમવું હોય તો તે માટે યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકની બ્રાન્ચ પરથી પંજાબી વાનગીઓનું પાર્સલ લઈને તેઓ પંજાબી ફૂડની મજા માણી શકે છે.
જમવાનું સારું લાગે તો બેલ વગાડવાનો
આ ઢાબાની એક વિશેષતા એ પણ છે કે, અહીં જમવા આવતા લોકોને સ્ટાફની સર્વિસ સારી લાગે તેમજ અહીંનું વાતાવરણ અને જમવાનું ખૂબ જ ગમ્યું હોય તો અહીં બિલ કાઉન્ટ નજીક લગાડવામાં આવેલા બેલ ગ્રાહકોને વગાડવો, જેના કારણે ઢાબા સ્ટાફને પણ ખ્યાલ આવે કે તેમની સર્વિસ અને તેમનું ફૂડ ખરેખરમાં અહીં આવતા ગ્રાહકોને ખૂબ જ ગમ્યું છે. તેમજ તેઓ બીજી વાર પણ આ ઢાબાની મુલાકાતે આવશે.