- ST બસ ગોંડલ ઉમવાળા અંડર બ્રિજમાં ફસાઈ
- બસની ઇમરજન્સી બારીમાંથી પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા
- પ્રવાસી માથા પર સામાન લઈને પાણીમાંથી બહાર નીકળ્યાં
- ST બસના ડ્રાઈવરની ગોંડલ એસટી ડેપોમાંથી બદલી કરાઈ
-
#WATCH Gujarat: A state transport bus being pulled by a proclainer after it got stuck under a waterlogged bridge near Rajkot's Gondal. pic.twitter.com/DRBqFVOLmI
— ANI (@ANI) August 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Gujarat: A state transport bus being pulled by a proclainer after it got stuck under a waterlogged bridge near Rajkot's Gondal. pic.twitter.com/DRBqFVOLmI
— ANI (@ANI) August 13, 2020#WATCH Gujarat: A state transport bus being pulled by a proclainer after it got stuck under a waterlogged bridge near Rajkot's Gondal. pic.twitter.com/DRBqFVOLmI
— ANI (@ANI) August 13, 2020
-
રાજકોટ: ગોંડલ પાવાગઢ રૂટની ST બસ ગોંડલ ઉમવાળા અંડર બ્રિજમાં ફસાઈ હતી. ST બસના ડ્રાઈવરને સ્થાનિક લોકોએ અંડર બ્રિજમાં જવાની ના પાડી હતી. તેમ છતાં ડ્રાઈવરે ST બસ અંડર બ્રિજ નીચેથી પસાર કરી હતી. અંડર બ્રિજમાં વધુ પાણી હોવાથી બસ પાણીમાં બંધ પડતા પ્રવાસીઓએ બુમાબુમ કરી હતી.
સ્થાનિક લોકો દ્વારા પોતાના જીવના જોખમે બસમાં બેઠેલા પ્રવાસીઓને ST બસની ઇમરજન્સી બારીમાંથી બહાર કાઢ્યા હતા. બસમાં ફસાયેલા પ્રવાસીઓ માથા પર સામાન લઈને પાણીમાંથી બહાર નીકળ્યાં હતા, ત્યારબાદ ગોંડલ નગરપાલિકા 108ની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને બંધ પડેલી ST બસને જે.સી.બીની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ST બસના ડ્રાઈવરની ગોંડલ એસટી ડેપોમાંથી સુરેન્દ્રનગર એસટી ડેપોમાં બદલી કરાઈ છે.
પ્રવાસીને સલામતી સ્થળે પહોંચાડવા આવ્યા હતા. થોડા સમય માટે તો લોકોના જીવ અદ્ધર થયા હતા. સામાન્ય વરસાદમાં પણ અંડર બ્રીજમાં પાણી ભરાઇ જાય છે. તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. હજુ પણ તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોઈ તેવું લાગી રહ્યું છે.