ETV Bharat / city

AIIMS મેઈન હોસ્પિટલ બિલ્ડિંગ પ્લાનને મંજૂરી આપતી RUDA - Rajkot Urban Development Authority.

સરકાર દ્વારા રાજકોટને AIIMSની ફાળવણી કરવામાં આવેલી છે. જેના બિલ્ડિંગ પ્લાનને Rajkot Urban Development Authority- રુડા ( RUDA ) દ્વારા આજે મંજૂરી આપવામાં આવી છે.

AIIMS મેઈન હોસ્પિટલ બિલ્ડિંગ પ્લાનને મંજૂરી આપતી RUDA
AIIMS મેઈન હોસ્પિટલ બિલ્ડિંગ પ્લાનને મંજૂરી આપતી RUDA
author img

By

Published : Jul 29, 2021, 7:59 PM IST

  • AIIMS મેઈન હોસ્પિટલ બિલ્ડિંગ પ્લાનને મંજૂરી અપાઈ
  • રૂડા દ્વારા બિલ્ડિંગ પ્લાનને મંજૂરી આપવામાં આવી
  • AIIMSનો સમાવેશ પબ્લિક પર્પઝ ઝોનમાં

રાજકોટ: સરકાર દ્વારા રાજકોટને AIIMSની ફાળવણી કરવામાં આવેલી છે. AIIMS સત્તામંડળમાં સમાવેશ થતા જામનગર રોડની ઉત્તર તરફે અંદરના ભાગે આવેલ ખંઢેરી ગામના રે.સર્વે નં. 64 તથા67 અને પરાપીપળીયાનાં રે.સ.નં.197 પૈકીની જમીનમાં આકાર પામી રહેલ છે. જેનું કુલ ક્ષેત્રફળ 813442 ચો.મી. છે. જે પૈકી વિવિધ જાહેર હેતુના વિકાસ માટેનું કુલ ક્ષેત્રફળ 249289 ચો.મી છે જયારે અન્ય બાકી રહેતું 564153 ચો.મી વિવિધ બાંધકામ માટે ઉપયોગમાં લેનાર છે.

AIIMSનો સમાવેશ પબ્લિક પર્પઝ ઝોનમાં
AIIMSનો સમાવેશ પબ્લિક પર્પઝ ઝોનમાં થાય છે. નિયમોનુસાર તે ઝોનમાં પબ્લિક ઇન્સ્ટીટયુટમાં પબ્લિક સર્વિસ એન્ડ એમીનીટી અન્વયે હેલ્થ પબ્લિક ફેસીલીટીના ભાગ રૂપે કેમ્પસ પ્લાનિંગ સાથે હાલના CGDCRના નિયમોને ધ્યાને લઈ AIIMSમાં સમાવિષ્ટ બિલ્ડિંગ સત્તામંડળમાં મંજૂરી અર્થે સમયાંતરે રજૂ કરાય છે. AIIMS કેમ્પસમાં જાહેર હેતુ માટે વિવિધ એમીનીટીસ જેવી કે બગીચા, રમત ગમતનું મેદાન, મિલ્ક બૂથ, પ્રાથમિક શાળા, લોકલ કોમર્શીયલ માર્કેટ, શાકભાજી માર્કેટ, પોલીસ આઉટ પોસ્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિગરેના ઉપયોગ માટે આયોજન થયેલ છે તથા વર્તમાન અને ભવિષ્યના આયોજનના ભાગ રૂપે પ્રથમ તબક્કામાં જરૂરિયાત ધરાવતા એવા કુલ 25 બિલ્ડિંગનું આયોજન કરેલું છે.

વિવિધ 25 કરતાં વધુ બિલ્ડીંગનું નિર્માણ
25 બિલ્ડિંગમાં ડાઈરેક્ટર બંગ્લોઝ, બોઇઝ તથા ગર્લ્સને રહેવા માટે યુજી બોયસ હોસ્ટેલ, યુજી ગર્લ્સ હોસ્ટેલ, બહારગામથી આવતા લોકો માટે નાઈટ શેલ્ટર, ગેસ્ટ હાઉસ, વિવિધ ડોકટરો થતા પ્રોફેસરો માટે વિવિધ પ્રકારના હાઉસિંગ, નર્સિંગ હોસ્ટેલ, પીજી હોસ્ટેલ, 500 માણસોની કેપિસિટી ધરાવતું ઓડીટોરીયમ, જમવા માટે ડાઈનીંગ હોલ, જીવન જરૂરિયાત માટે કોમર્શીયલ કોમ્પ્લેક્સ, ભણવા માટે એકેડેમિક બ્લોક, આયુર્વેદિક વિભાગનો આયુષ બ્લોક, સર્વિસ બ્લોક, બાયોમેડીકલ વેસ્ટ બ્લોક, તથા મેઈન હોસ્પિટલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. ઉક્ત બિલ્ડિંગ પૈકી 24 બિલ્ડિંગના બાંધકામ પ્લાનને સમયાતરે મંજૂરીની કાર્યવાહી પૂર્ણ થતાં તે અનુસાર સ્થળ પર બાંધકામની કાર્યવાહી ચાલુ છે. આજરોજ આખરી મેઈન બિલ્ડિંગ એટલેકે હોસ્પિટલના બિલ્ડિંગ પ્લાનને પણ મંજૂરી આપવામાં આવેલી છે.

AIIMSને ડેવલપમેન્ટ ચાર્જ અને સ્ક્રૂટિની ફીમાંથી મુક્તિ
સરકારશ્રીનાં 19 માર્ચ 2020 પત્રની વિગતે AIIMSને ડેવલપમેન્ટ ચાર્જ અને સ્ક્રુટીની ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે તથા સર્વિસ એમીનીટીઝ ફીમાં 50 ટકા રાહત આપવામાં આવેલી છે. હોસ્પિટલ કે જેમાં બેઝમેન્ટ સાથે કુલ 5 ફ્લોરનું આયોજન કરેલી છે. બેઝમેન્ટમાં રેડિયો થેરીપીની સુવિધા આપવામાં આવેલી છે. ગ્રાઉન્ડ ફલોરમાં ડોક્ટર્સ રૂમ, લેબોરેટરી, કન્સલ્ટન્ટ રૂમ, ફાર્મસી સ્ટોરની સુવિધાઓ આપવામાં આવેલી છે. પ્રથમ માળ પર આઈસીયુ, વિવિધ વોર્ડસ, કન્સલ્ટન્ટ રૂમ,એનઆઈસીયુ, એચડીયુ, ઓબ્જર્વેશન રૂમ, ઓપરેશન થિયેટરની સુવિધાઓ આપવામાં આવેલી છે. બીજા માળ પર લેકચર રૂમ, વિવિધ વોર્ડસ, ઓપરેશન થિયેટર, ઓબ્જર્વેશન રૂમ, સ્ટાફ લોન્જની સુવિધાઓ આપવામાં આવેલી છે. જયારે ત્રીજા, ચોથા અને પાંચમાં માળમાં વિવિધ વોર્ડસ, ડોક્ટર્સ રૂમની સુવિધાઓ આપવામાં આવેલી છે. ઉક્ત તમામ બિલ્ડિંગ માટે બાંધકામ પ્લાન મંજૂરીની કાર્યવાહી રૂડા દ્વારા પૂરઝડપે પૂર્ણ થતાં રાજકોટને મળેલી ભેટ AIIMS ખૂબ જ ટૂંકા સમયગાળામાં કાર્યરત થશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.