ETV Bharat / city

રૂડા દ્વારા વર્ષ 2021-22 માટે 287.06 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરાયું - ગુજરાતના સમાચાર

મંગળવારે રાજકોટ શહેરી વિકાસ સતામંડળની (રૂડા)ની 163મી બોર્ડ બેઠક રૂડા મળી હતી. આ બેઠક રૂડા (રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)ના ચેરમેન ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં મળી હતી. બોર્ડની બેઠકમાં આગામી નાણાંકીય વર્ષ 2021-22 માટે 287.06 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેને બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે.

રાજકોટ રૂડા દ્વારા વર્ષ 2021-22 માટે 287.06 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરાયું

author img

By

Published : Mar 23, 2021, 5:18 PM IST

  • રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની 163મી બેઠક મળી
  • 163મી બોર્ડ બેઠક રૂડાના ચેરમેન ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં મળી
  • બોર્ડ બેઠકમાં 287.06 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું

રાજકોટઃ મંગળવારે રાજકોટ શહેરી વિકાસ સતામંડળની (રૂડા)ની 163મી બોર્ડ બેઠક રૂડાના ચેરમેન ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં મળી હતી. આ બોર્ડ બેઠકમાં આગામી નાણાંકીય વર્ષ 2021-22 માટે 287.06 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેને બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું.

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની 163મી બેઠક મળી

વિવધ કામોને મંજૂરી આપવામાં આવી

રૂડા(રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા વિક્રમજનક સમયમાં બનાવેલ ટી.પી.(ટાઉન પ્લાનિંગ) સ્કીમ નં. 38/2 (મનહરપુર-રોણકી) તથા 41 (સોખડા-માલીયાસણ) માટે રજૂ થયેલા વાંધા સૂચનો બોર્ડ સમક્ષ મૂકવામાં આવી હતી. જે અંગે ચર્ચા કર્યા બાદ નિયમોનુસાર આ ટી.પી. સ્કીમો સરકારમાં સત્વરે મોકલવા નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખંઢેરી રેલવે સ્ટેશન તથા ખંઢેરી/પરા પીપળીયા ગામને AIIMS સુધી પહોંચવાના મુખ્ય રસ્તા સાથે જોડતો 1.02 કિલોમીટરનો ચાર માર્ગીય રસ્તો અને એક ચાર માર્ગીય બ્રીજ માટે 11.81 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ રાજકોટ AIIMSના 21 પ્લાનને આપવામાં આવી લીલીઝંડી

વર્ષ 2021-22નાં બજેટની મુખ્ય બાબતો

  • કુલ રૂપિયા ૨૮૭.૦૬ કરોડના ખર્ચની જોગવાઈ
  • 51.45 કરોડ રૂપિયાની રોડ અને બ્રીજ માટે જોગવાઇ
  • રીંગરોડ-2, ફેઝ-2 કાલાવડ રોડથી ગોંડલ રોડ સુધીના હૈયાત રસ્તાનું વાઇડનીંગ
  • રીંગરોડ-2, ફેઝ-3 ગોંડલ રોડથી ભાવનગર રોડ સુધીનાં રસ્તાનું કામ
  • રીંગરોડ-2, ફેઝ-4 ભાવનગર રોડથી અમદાવાદ રોડ સુધીનાં રસ્તાનું કામ
  • રાજકોટ શહેરથી AIIMS હોસ્પિટલ સુધીનો 4 માર્ગીય અને 6 માર્ગીય રસ્તાનું કામ
  • ખંઢેરી રેલવે સ્ટેશનથી AIIMS હોસ્પિટલનાં મુખ્ય રસ્તાને જોડતા 4 માર્ગીય રસ્તાનું કામ
  • 28.08 કરોડ રૂપિયાની 24 ગામની પાણી પુરવઠા યોજના માટે જોગવાઇ
  • 191 કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અંદાજે 4,500 મકાનો બાંધવા માટેની જોગવાઇ
  • નવી 6 ટી.પી. સ્કીમો બનાવવા માટે 25 લાખ રૂપિયાની જોગવાઇ
    163મી બોર્ડ બેઠક રૂડાના ચેરમેન ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં મળી

આ પણ વાંચોઃ રાજકોટ AIIMSના માસ્ટર લે આઉટ પ્લાનને RUDA મંજૂર કર્યો

નવા પ્રોજેક્ટો

ખંઢેરી ગામ તથા ખંઢેરી રેલવે સ્ટેશનથી AIIMS હોસ્પિટલ સુધી પહોંચવા સરળતા રહે તે માટે 1.02 કિલોમીટરનો 4 માર્ગીય રસ્તો તથા 1(એક) 4 માર્ગીય માઇનર બ્રીજના કામ માટે 11.81 કરોડ રૂપિયા, રીંગરોડ 2, ફેઝ-2, કાલાવડ રોડથી ગોંડલ રોડ સુધીના રસ્તાનું 4-માર્ગીય રસ્તામાં રૂપાંતર માટે 10.50 કરોડ રૂપિયા, રૂડામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ માટે 5 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.