ETV Bharat / city

આમરણાંત ઉપવાસ પર બેઠેલા રેશમા પટેલની તબિયત લથડી - આમરણ ઉપવાસ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને લઈને NCP નેતા રેશ્મા પટેલે સરકાર સામે મોરચો ખોલ્યો હતો. રેશ્મા પટેલ છેલ્લા 4 દિવસથી આમરણ ઉપવાસ પર બેઠા છે. આથી, તેમની હાલત ગંભીર બની હતી. આ તબક્કે 108 દ્વારા રેશ્મા પટેલને સારવાર આપવામાં આવી હતી.

રેશ્મા પટેલ આમરણાંત ઉપવાસ
રેશ્મા પટેલ આમરણાંત ઉપવાસ
author img

By

Published : May 13, 2021, 10:04 PM IST

  • રેશ્મા પટેલે એક દિવસના જૂનાગઢમાં આમરણાંત ઉપવાસ કર્યા હતા
  • રાજકોટ ખાતે સત્તત 3 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા
  • રેશ્મા પટેલની તબિયત નાજુક છતા આમરણાંત ઉપવાસ ચાલુ રાખશે

રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા ગામડાઓમાં પરિસ્થિતિ બેકાબુ બની છે. જેને લઈને NCP નેતા રેશ્મા પટેલે એક દિવસના જૂનાગઢમાં આમરણાંત ઉપવાસ કર્યા બાદ હાલ રાજકોટમાં NCP કાર્યાલય ખાતે સત્તત 3 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. પરંતુ, સત્તત 4 દિવસથી ઉપવાસના કારણે આજે ગુરૂવારે રેશ્મા પટેલની તબિયત લથડી હતી. જેને લઈને 108ની ટિમ દ્વારા રેશ્મા પટેલને સારવાર આપવામાં આવી હતી. જ્યારે, રેશ્મા પટેલની તબિયત લથડી હોવા છતાં હજુ પણ આમરણાંત ઉપવાસ ચાલુ રાખ્યા હતા.

રેશ્મા પટેલ આમરણાંત ઉપવાસ

આ પણ વાંચો: કોરોના સંક્રમણને ફેલાવવા માટે સરકારને જવાબદાર ઠેરવતા NCP નેતા રેશ્મા પટેલ

રેશ્મા પટેલ પોતાની માંગ પર અડગ

સત્તત 4 દિવસથી પોતાની માંગ સાથે હડતાળ પર બેસીને રેશ્મા પટેલની તબિયત લથડી હતી. જેને લઈને 108 દ્વારા રેશમા પટેલને સારવાર આપવામાં આવી હતી. જે દરમિયાન, તેનું ઓક્સિજન લેવલ માપવામાં આવતા 81ની આજુબાજુ જોવા મળ્યું હતું. જ્યારે, મેડિકલ ટિમ દ્વારા રેશ્માને કોરોના ટેસ્ટ કરવા અંગેનું પણ સૂચન કર્યું હતું. પરંતુ, રેશ્મા પટેલે કોરોના ટેસ્ટ કરાવાની ના પાડી હતી. તેમજ પોતાની માંગ પર અડગ રહેવા પોતે જણાવ્યું હતું.

આ પણ વાંચો: રાજકોટના કલેક્ટરને આવેદન આપે તે પહેલા NCP રેશ્મા પટેલ સહિત 10ની અટકાયત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.