ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિ.માં કરાર આધારિત ભરતી વિવાદ મામલે બોલ્યા રામ મોકરિયા, કહ્યું- શિક્ષણના ધામમાં કૌભાંડ ન ચલાવી લેવાય - રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)ના કરાર આધારિત ભરતી પ્રકરણ મામલે વિવાદ (Controversy Over Recruitment) સર્જાતાં વિવિધ સંગઠનોના વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન (Protest At The University) યોજવામાં આવી રહ્યું છે. આ મામલે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા (Rambhai Mokariya) યુનિવર્સિટી ખાતે દોડી આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિ સાથે બેઠક યોજી હતી.

સૌરાષ્ટ્ર યુનિ.માં કરાર આધારિત ભરતી વિવાદ મામલે બોલ્યા રામ મોકરિયા

author img

By

Published : Oct 28, 2021, 7:16 PM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત ભરતીનો મામલો
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટ બેઠક યોજાઈ
  • રામ મોકરિયાએ સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિ સાથે બેઠક યોજી
  • આ વિવાદ મામલે રામ મોકરિયા હાઇકમાન્ડને રજૂઆત કરશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra Universityમાં વિવાદો થંભવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત ભરતી મામલે યુનિવર્સિટીના સિન્ડિકેટ (Syndicate Of The University) સભ્યો દ્વારા જ પોતાના માનીતા ઉમેદવારોના નામની ભલામણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ હતી અને ત્યારબાદ સમગ્ર ભરતી પ્રક્રિયા વિવાદ (Controversy Over Recruitment) માં આવી હતી, જેને રદ પણ કરવામાં આવી હતી.

3થી 4 જેટલા AVBPના કાર્યકર્તાઓની અટકાયત

બે દિવસ પહેલા સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટ બેઠક યોજાઈ હતી તે અગાઉ યુનિવર્સિટીમાં AVBPના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. પોલીસ દ્વારા 3થી 4 જેટલા AVBPના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવતા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા યુનિવર્સિટી ખાતે દોડી આવ્યા હતા.

યુનિવર્સિટીમાં ઓફિસના કાચ અને ટેબલ તોડ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કરાર આધારિત ભરતી પ્રકરણ મામલે વિવાદ સર્જાતાં વિવિધ સંગઠનોના વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. ગઇકાલે પણ ABVPના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન યુનિવર્સિટીમાં ઓફિસના કાચ તૂટ્યા હતા અને ટેબલ તૂટવાની ઘટનાઓ સામે આવી હતી. તેમજ વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો, જેને લઇને પોલીસ દ્વારા 3થી 4 જેટલા AVBPના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિ.માં કરાર આધારિત ભરતી વિવાદ મામલે બોલ્યા રામ મોકરિયા

વિવાદ મામલે હાઇકમાન્ડને રજૂઆત કરીશ: સાંસદ

રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા યુનિવર્સિટી ખાતે દોડી આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિ સાથે બેઠક યોજી હતી. જ્યારે યુનિવર્સિટીમાં ચાલી રહેલા વિવાદ મામલે રામ મોકરિયા હાઇકમાન્ડને રજૂઆત કરશે તેવું પણ તેમણે મીડિયાને જણાવ્યું છે.

યુનિવર્સિટીમાં ધ્યાન આપવાની જરૂર

રામભાઈ મોકરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ યુનિવર્સિટીની ગરિમા ઘટી રહી છે. હું પણ આજ યુનિવર્સિટીમાં ભણ્યો છુ. કરાર આધારિત અધ્યાપકોની ભરતી મામલે સિન્ડિકેટ સભ્યોના ભલામણ સ્ક્રીનશૉટ વાયરલ અંગે તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણધામમાં ભ્રષ્ટાચાર ન થવો જોઈએ. જ્યારે આ અંગે હાઇકમાન્ડને ખબર પડી જ હશે, જ્યારે મારે મળવાનું થશે ત્યારે ચર્ચા કરશે તો જવાબ આપીશ કે આ અતિરેક છે. તેમજ હું રજૂઆત પણ કરીશ કે, કોઇ એવી થીયરી આવે કે જેનાથી યુનિવર્સિટીમાં સાફસફાઇ થાય. હવે ધીરેધીરે યુનિવર્સિટીનું તંત્ર બગડી રહ્યું છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગરીમા પણ ઘટતી હોય તેવું લાગે છે.

આ પણ વાંચો: રાજકોટનાં યાજ્ઞિક રોડ પર બિલ્ડીંગનો સ્લેબ તુટવાની ધટનાં બાબતે અમિત ચાવડાએ શું પ્રતિક્રીયા આપી જાણો...

આ પણ વાંચો: રાજકોટમાં યાજ્ઞિક રોડ પર ધનરજની બિલ્ડિંગનો સ્લેબ તૂટ્યો, સ્થાનિકોએ 7 લોકોને હેમખેમ બહાર કાઢ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.