રાજકોટ: રાજકોટના નિર્મલા રોડ પર શનિવારે સવારે બનેલી આ ઘટનામાં એક કારચાલકે સાઇકલ લઈને જઇ રહેલી એક યુવતીને અડફેટે લીધી હતી. ત્યારબાદ યુવતીએ વિરોધ કરતા આ યુવાને આવેશમાં આવી જઇને યુવતીને ગાળો આપી હતી.
![રાજકોટમાં કાર ચલાવતી વખતે યુવતીને અડફેટે લેતા યુવાને CM રૂપાણીનું નામ લઇને કર્યો હંગામો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02:18:12:1595753292_gj-rjt-01-accident-video-av-7202740_26072020132736_2607f_1595750256_711.jpg)
CM રૂપાણી મારા માસા છે અને રાજકોટના પોલીસ અધિકારી મનોહરસિંહ જાડેજા મારા પપ્પાના મિત્ર છે તેમ કહીને આ યુવાને ધમાલ મચાવતા લોકોની ભીડ એકત્ર થઇ ગઇ હતી. લોકોએ ઘટનાનો વીડિયો મોબાઈલમાં કેદ કર્યો હતો. જે વાઇરલ થતા જ CMOમાંથી રાજકોટ પોલીસ કમિશ્નરને સૂચના આપવામાં આવી હતી કે શહેરમાં આ પ્રકારની ઘટનાઓમાં CMનું નામ લેવામાં આવે તે યોગ્ય નથી. જેને લઈને રાજકોટ પોલીસે પણ ધમાલ મચાવનારા યુવાનની ધરપકડ કરી તેના વિરુદ્ધ પગલા ભર્યા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવતી સાથે અભદ્ર વર્તન કરતો આ ઈસમ પાર્થ જસાણી છે અને તે તબીબી શાખાના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.