રાજકોટઃ ગુજરાત લાઈવલિહૂડ પ્રમોશન કંપનીએ ભરતી પ્રક્રિયા (Gujarat Livelihood Promotion Company Recruitment Process) અચાનક બંધ કરી દેતા રાજકોટના એક યુવાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. જોકે, પત્ર પણ કોઈ પેન કે પેન્સિલથી નહીં, પરંતુ તેણે પોતાના લોહીની શાહીથી પત્ર (Rajkot Young Man wrote a letter to CM with Blood) લખ્યો હતો. સાથે જ યુવાને સરકાર આ બાબતનું તાત્કાલિક નિવારણ લાવી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની કાર્યવાહી કરાવે તેવી માગ કરી હતી.
ઈન્ટરવ્યૂ માટે ઉમેદવારોને ડિસેમ્બરમાં બોલાવાયા હતા - આ અંગે પત્ર લખનારા યુવાન (Rajkot Young Man wrote a letter to CM with Blood) સંકેત મકવાણાએ જણાવ્યું હતું કે, ગુજરાત લાઈવલિહૂડ પ્રમોશન કંપનીએ (Gujarat Livelihood Promotion Company Recruitment Process) 7 એપ્રિલ 2021ના દિવસે જિલ્લા અને તાલુકા કક્ષાની અલગઅલગ પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડી હતી અને ઓજસ વેબસાઈટ દ્વારા અરજીઓ મગાવી હતી. ત્યારે આ સમગ્ર જાહેરાત બાદ 12 અને 14 ઓગસ્ટ 2021એ પરીક્ષા પણ લેવાઈ હતી અને આન્સર કી પણ જાહેર કરી હતી. આ સિવાય મેરિટ લિસ્ટ પણ જાહેર કરાયું હતું, પરંતુ ત્યારબાદ તારીખ 6 ડિસેમ્બર 2021થી 18 ડિસેમ્બર 2021 સુધી પસંદગી પામેલા ઉમેદવારોને ગૃપ ડિસ્કશન અને ફાઈનલ ઈન્ટરવ્યૂ માટે અમદાવાદ ખાતે બોલાવ્યા હતાં.
આ પણ વાંચો- Letter of conversion in Kutch : લાલચ સાથે ધર્મપરિવર્તનનો પત્ર, કચ્છમાં મચ્યો ખળભળાટ
ભરતી પ્રક્રિયા છે કે મજાક - આ સમગ્ર બાબતે પરિણામ જાહેર કરીને જે પસંદ થયા તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જાહેરાત 23 ફેબ્રુઆરી 2022ના ઓજસની વેબસાઈટ પર મૂકવામાં આવી હતી. ત્યારબાદ 1 માર્ચ 2022ના દિવસે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા અગમ્ય કારણોસર બંધ રાખવામાં આવી હતી. જોકે, તેની જાહેરાત પણ ઓજસની વેબસાઈટ અને છાપાઓમા કરવામાં આવી હતી. એટલે યુવાને આ પ્રક્રિયાથી નારાજ થઈને ગુજરાતના મુખ્યપ્રધાનને પોતાના લોહીની શાહીથી પત્ર (Rajkot Young Man wrote a letter to CM with Blood) લખ્યો હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો- ભાવનગરના 95 ગામમાં ભરઉનાળે પીવાના પાણીની તંગી, કોંગ્રેસના ધારાસભ્યે પ્રધાનને લખ્યો પત્ર
અગાઉ આ યુવાને એક દિવસના CM બનાવવાની પણ કરી હતી માગ - ઉલ્લેખનીય છે કે, ધોરાજીના સંકેત મકવાણા નામના આ યુવાને આગાઉ પણ મોંઘવારી મુદ્દે રાષ્ટ્રપતિને ગેસ સિલિન્ડર, પેટ્રોલ-ડીઝલ હપ્તે આપવાની માગ કરી હતી. ત્યારબાદ વર્તમાન મોંઘવારી અને બેરોજગારી પણ કાબૂમાં લાવવા માટેના કર્યો અંગેની વાત અને રજૂવાત સાથે એક દિવસના મુખ્યપ્રધાન બનાવવાની માગ કરી હતી. હાલ આ યુવાને ભરતી પ્રક્રિયાથી નારાજ થઇને મુખ્યપ્રધાનને પોતાના લોહીની શાહીથી પત્ર (Rajkot Young Man wrote a letter to CM with Blood) લખીને ધોરાજી પ્રાન્ત અધિકારી (Dhoraji Province Officer) મારફત રજૂવાત કરી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, સરકાર આ બાબતે કેટલી સક્રિયતા દાખવે છે અને ન્યાય અપાવવા માટે ખરી ઉતરશે તે તો આવનારા સમયમા જ ખ્યાલ આવશે.