- દેરડી કુંભાજી ગામે તસ્કરોએ એકીસાથે છ દુકાનના તાળા તોડ્યા
- તસ્કરોએ એક જ રાત્રિમાં એક-બે નહીં પરંતુ છ જેટલી દુકાનોના શટર તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી
- એકીસાથે મોટી ચોરી થતાં પોલીસ ઊંઘતી ઝડપાઈ
- ભૂખ્યા તસ્કરોએ નમકીનના પાઉચ પણ ઉઠાવ્યા
રાજકોટ: ગોંડલ પંથકમાં ચોરીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે દેરડી કુંભાજી ગામે તસ્કરો એકીસાથે છ દુકાનના શટરો ઊંચકાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ગ્રામ્ય પંથકમાં માટે ખરીદીનું મુખ્ય બજાર ગણાતા દેરડી કુંભાજી ગામમાં ગુરૂવાર રાત્રીના સમયે તસ્કરોએ હોટલ સોમનાથ, ખોડીયાર ઓટો ઇલેક્ટ્રિક, જલારામ ઓટો કન્સલ્ટ, ધનલક્ષ્મી લેમિનેશન ડોર, ઉમા મોટર રીવાઈન્ડીંગ, કુળદેવી રોલિંગ શટર નામની દુકાનોને નિશાન બનાવી પોલીસની નબળી કામગીરીને છતી કરી છે. સમગ્ર ઘટનાની જાણ ગોંડલ તાલુકા પોલીસને કરાતા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: રાજકોટ નજીક મંદિરની દાનપેટી ચોરી કરી ચોર ફરાર, ઘટના CCTV ફૂટેજ સામે આવ્યા
એકીસાથે મોટી ચોરી થતાં પોલીસ ઊંઘતી ઝડપાઈ
ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં પોલીસે તસ્કરની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા. હાલ કુલ કેટલા મુદ્દામાલની ચોરી થઇ તે હજુ બહાર આવ્યું નથી.
ચોરીની સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ
ચોરીની ઘટના CCTVમાં કેદ થતાં ચાર જેટલા તસ્કરો કયા પ્રકારે ચોરી તેમજ ચોરીના પ્રયાસની ઘટનાને અંજામ આપે છે તે જોઇ શકાય છે કે કેવી રીતે 'ભૂખ્યા' તસ્કરોએ દુકાનમાંથી નમકીન પણ ચોરવાનું છોડ્યું નથી. સમગ્ર મામલાની જાણ ગોંડલ તાલુકા પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.
આ પણ વાંચો: અટલ આશ્રમમાં અજાણ્યો યુવક મંદિરમાં પ્રવેશ કરીને બે દાન પેટીની ચોરી કરી ફરાર થઇ ગયો