ETV Bharat / city

રાજકોટમાથી ઝડપાયુ SRK પુત્રની સ્ટાઈલમાં હેરાફેરી થતુ હેરોઇન તથા મેફેડ્રોન એમડી ડ્રગ્સ - Rajkot heroin and MD drugs

રાજકોટ શહેરનાં રામનાથપરામાં પોલીસે SRK પુત્રની સ્ટાઈલમાં એટલે કે પગમાં પહેરવાનાં સ્લીપરમાં ડ્રગ્સ (Rajkot Drugs in Sleeper)નો જથ્થો લઈને નિકળેલા એક શખ્સને ઝડપી પાડ્યો છે અને આરોપી પાસેથી અંદાજે રૂ. 7.5 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.

મ
v
author img

By

Published : May 1, 2022, 8:50 PM IST

Updated : May 1, 2022, 9:17 PM IST

રાજકોટ: શહેરનાં યુવાધનને બરબાદ કરવા માટે કેટલાક શખ્સો દ્વારા ડ્રગ્સનો કારોબાર (Rajkot heroin and MD drugs) શરૂ કરવામાં આવ્યો છે. જોકે આ મામલે પોલીસ પણ પુરી સતર્ક હોવાથી એક પછી એક ડ્રગ્સ (Rajkot Drugs in Sleeper)નાં કારોબારીઓને ઝડપી લેવામાં આવી રહ્યા છે. એસઓજી પોલીસની ટીમને આ મુદ્દે મોટી સફળતા મળી છે, જેમાં પોલીસે રામનાથપરામાં SRK પુત્રની સ્ટાઈલમાં એટલે કે પગમાં પહેરવાનાં સ્લીપરમાં ડ્રગ્સનો જથ્થો લઈને નિકળેલા એક શખ્સને ઝડપી પાડ્યો છે અને આરોપી પાસેથી અંદાજે રૂ. 7.5 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.

રાજકોટમાથી ઝડપાયુ આર્યન ખાનની સ્ટાઈલમાં હેરાફેરી થતુ હેરોઇન તથા મેફેડ્રોન એમડી ડ્રગ્સ

ખાસ વોચ ગોઠવવામાં આવી: મળતી વિગત અનુસાર એસ.ઓ.જી. (Rajkot S.O.G. Police seized drugs ) પોલીસને રામનાથપરા વિસ્તારમાં એક શખ્સ માદક પદાર્થનાં જથ્થા સાથે હોવાની માહિતી મળી હતી. જેને આધારે એસઓજી દ્વારા ખાસ વોચ ગોઠવવામાં આવી હતી. રામનાથપરા શેરી નં 8 જાની અનાજ ભંડાર સામે ઇલેકટ્રીક પોલ પાસેથી વસીમ અસરફભાઇ મુલતાની નામના શખ્સને ઝડપી લીધો છે. જે બાદ આ શખ્સની તલાશી લેતા તેની પાસેથી પગમાં પહેરેલા સ્લીપરમાં સંતાડેલ હેરોઇન તેમજ મેફેડ્રોન (MD) ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો: પેપર લીક મામલે ભાજપ સરકારને વર્લ્ડ રેકોર્ડ આપવા કાલે ગીલીસ બૂકની મીટીંગ મળી: અરવિંદ કેજરીવાલ

જે બાદ પોલીસે આરોપી પાસેથી માદક પદાર્થ હેરોઇનનો જથ્થો 3.330 ગ્રામ રૂ.16,650, મેફેડ્રોનનો જથ્થો 38,370 ગ્રામ 3,86,700 અને માદક પદાર્થનો અન્ય જથ્થો 14.090 ગ્રામ રૂ. 1,40,900નો મળી કુલ રૂપિયા 5,44,250નો જથ્થો કબ્જે કરી તેની ધરપકડ કરી છે. આ સાથે તેની પાસેથી મોબાઈલ ફોન અને બે સ્લીપર પણ કબ્જે કરી છે. સાથે જ તે આ માદક પદાર્થ ક્યાંથી લાવ્યો અને કોને પહોંચાડવાનો હતો? તેની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Cm Weapons Demonstration: પોલિસ હેડક્વાટર્સ ખાતેના શસ્ત્ર પ્રદર્શનની મુખ્ય પ્રધાને મુલાકાત લીધી

સમગ્ર બાબતે પાર્થરાજસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, પગમાં પહેરવાના સ્લીપરની અંદર સોલ હોય તેની અંદર ડ્રગ્સ છૂપાવી દેતો હતો અને બાદમાં તેને ફેવિક્વિકથી ચોટાડી દેતો હતો. ગુજરાત બહારથી ડ્રગ્સ લાવ્યો હતો. અગાઉ 2020માં ડ્રગ્સના ગુનામાં તેમજ દારૂ અને હથિયાર રાખવાના ગુનામાં પકડાયેલો છે. પોતે પણ ડ્રગ્સનો વપરાશ કરતો હતો. હાલ રાજકોટમાં MD ડ્રગ્સ અલગ અલગ શાળા-કોલેજોમાં વેચાય રહ્યું છે તેને શોધવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કોઈની પણ પાસે આવી માહિતી હોય તો હેલ્પલાઈન નંબરમાં જરૂરથી જણાવો અને અમે તેની સામે કાર્યવાહી કરીશું.

Last Updated : May 1, 2022, 9:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.