ETV Bharat / city

રાજકોટ: Traffic memo ની રકમ ભરવા આધેડે Kidney વેચવાની મંજૂરી માગી

ટ્રાફિક પોલીસના મેમોની (Traffic memo) દંડની રકમ ભરવા માટે આધેડ શહેરીજન દ્વારા પોલીસ કમિશનર (Rajkot Police Commissioner) પાસે કિડની ( Kidney ) વેચવાની મંજૂરી માંગવાની ઘટના સામે આવતાં શહેરભરમાં ચર્ચાનો વિષય બની હતી.

રાજકોટ: Traffic memo ની રકમ ભરવા આધેડે Kidney વેચવાની મંજૂરી માગી
રાજકોટ: Traffic memo ની રકમ ભરવા આધેડે Kidney વેચવાની મંજૂરી માગી
author img

By

Published : Oct 19, 2021, 6:43 PM IST

  • રાજકોટમાં આધેડે માગી પરમિશન
  • આધેડે કિડની વેચવાની મંજૂરી માગી
  • ટ્રાફિક મેમોની રકમ ભરવા માટે કિડની વેચવી છે

રાજકોટઃ રાજકોટમાં એક આધેડે ટ્રાફિક મેમોથી (Traffic memo) ત્રસ્ત થઈને પોતાને કિડની ( Kidney ) વેચવાની પોલીસ કમિશનર પાસે મંજૂરી માગી છે. પરેશ રાઠોડ નામના આધેડે પોલીસ કમિશનરને (Rajkot Police Commissioner) લેખિતમાં રજૂઆત કરી છે કે તેમને ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલ મેમાની રકમ તેઓ હાલ ભરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. જેને લઇને તેમને પોતાની કિડની વેચવાની મંજૂરી આપવામાં આવે, જેના થકી તેઓ પોતાની આર્થિક જરૂરિયાતો સંતોષી શકે અને ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલ મેમાની રકમ પણ તેઓ ભરી શકે.

આધેડે કિડની વેચવા લેખિત રજૂઆત કરી

રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા પરેશ મનસુખભાઈ રાઠોડ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગત 15 ઓક્ટોબરના રોજ બે પોલીસકર્મીઓ તેમના ઘરે આવ્યા હતા અને તેમને આપવામાં આવેલા ટ્રાફિક મેમો ભરી જવા માટે કહ્યું હતું. જો તેઓ ટ્રાફિક મેમો (Traffic memo)નહીં ભરે તો તેમનું વાહન ડિટેઇન કરવામાં આવશે. જ્યારે પરેશભાઈને વર્ષ 2018નો મેમો બાકી હતો. જ્યારે કુલ 5800 રૂપિયા જેવી મેમોની રકમ તેમને ભરવાની થાય છે. ત્યારે પોલીસકર્મીઓ દ્વારા તેમના ઘરે જઈને મેમોની રકમ ભરવા માટેની સૂચના આપવામાં આવી હતી. જેને લઈને પરેશભાઈ દ્વારા આ મામલે પોલીસ કમિશનરને (Rajkot Police Commissioner) લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

શહેરભરમાં ચર્ચાનો વિષય બની આધેડની અરજી

કોરોના દરમિયાન આર્થિક પરિસ્થિતિ કથળી

છેલ્લા 2 વર્ષથી વિશ્વમાં કોરોનાની મહામારી છે. એવામાં સૌ કોઇ નાના મોટા ધંધાર્થીઓ અને સામાન્ય તેમજ મધ્યમ વર્ગના લોકો કોરોનાના કારણે આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ સત્તત મોંઘવારીનો માર પણ પડી રહ્યો છે. ત્યારે 5800 રૂ.જેવી ટ્રાફિક દંડની રકમ ભરવા માટે પરેશભાઈએ રાજકોટ પોલીસ કમિશનરને (Rajkot Police Commissioner)લેખિતમાં રજૂઆત કરી છે કે પોલીસ કમિશનર દ્વારા તેમને પોતાની કિડની ( Kidney ) વેચવા માટેની મંજૂરી આપવામાં આવે, જેને લઇને તેઓ ટ્રાફિકનો મેમો (Traffic memo) પણ ભરી શકે છે અને પોતાના ઘરનું થોડું ગુજરાન પણ ચલાવી શકે છે.

કિડની વેચીને જે પૈસા મળશે તેના દ્વારા દંડની રકમ ભરીશ

રાજકોટમાં અનોખા વિરોધ મામલે પરેશભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારી ડિપાર્ટમેન્ટમાં જે કરોડો રુપિયાના ગોટાળા થતાં હોય છે. તેને આ લોકો આરામથી છાવરી લે છે. જ્યારે સામાન્ય માણસો પોતાના ઘરનું ગુજરાન પણ માંડ માંડ ચલાવતા હોય છે. તેવા લોકો પાસેથી પરાણે દંડની રકમ વસૂલવામાં આવે છે. આ નીતિ યોગ્ય નથી. જેને લઇને મારે આ અનોખો વિરોધ કરવો પડ્યો છે. જ્યારે મેં રાજકોટ પોલીસ કમિશનર (Rajkot Police Commissioner) પાસે કિડની ( Kidney ) વેચવાની મંજૂરી માગી છે. જો તેઓ કિડની વેચવાની મંજૂરી આપશે તો સૌથી પહેલાં ટ્રાફિક (Traffic memo) દંડ ભરી દઈશ.

આ પણ વાંચોઃ વાહનચાલકો હવે ચેતી જજો : ઇ ચલણને અવગણશો તો લાયસન્સ રદ અને વાહન જપ્ત થશે

આ પણ વાંચોઃ રાજકોટ ટ્રાફિક પોલીસની બેદરકારી, કારનો મેમો ગોંડલના એક્ટિવા ચાલકને પહોંચ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.