ETV Bharat / city

રાજકોટ પોલીસ કમિશનરે શહેરીજનોને દિવાળી નિમિત્તે સાવચેતી રાખવા કરી અપીલ

author img

By

Published : Nov 11, 2020, 7:52 PM IST

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકોટમાં શહેરીજનો સુરક્ષિત રીતે દિવાળીનો પર્વ મનાવે તે માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી દરમિયાન જાહેર કરવામાં આવેલી નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને દિવાળીનો તહેવાર ઉજવે, તેમજ જો કાયદાનું પાલન નહીં કરવામાં આવે તો પોલીસ કરી કાર્યવાહી પણ કરી શકે છે.

રાજકોટ પોલીસ કમિશનર શહેરીજનોને દિવાળી નિમિત્તે સાવચેતી રાખવાની કરાઈ અપીલ

  • રાજકોટ પોલીસ કમિશનરે દિવાળી નિમિતે સાવચેતીની રાખવા કરી અપીલ
  • શહેરીજનોને દિવાળીની શુભકામના પાઠવી
  • લોકોને દિવાળી પર કાયદાનું પાલન કરવા કર્યો અનુરોધ
  • નિયમોનું પાલન ન થવા પર કડક કાર્યવાહી થશે: પોલીસ કમિશનર

    રાજકોટઃદિવાળીના તહેવારને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે રાજકોટમાં શહેરીજનો સુરક્ષિત રીતે દિવાળીનો પર્વ મનાવે તે માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી દરમિયાન જાહેર કરવામાં આવેલી નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને દિવાળીનો તહેવાર ઉજવે, તેમજ જો કાયદાનું પાલન નહીં કરવામાં આવે તો પોલીસ કરી કાર્યવાહી પણ કરી શકે છે.
    રાજકોટ પોલીસ કમિશનરે શહેરીજનોને દિવાળી નિમિત્તે સાવચેતી રાખવા કરી અપીલ

    જાહેરનામા મુજબ જ શહેરીજનોએ ફટાકડા ફોડવા

    ચાલુ વર્ષે કોરોનાની મહામારી છે ને સાથે હવે દિવાળીનો પર્વ પણ આવી ગયો છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા ફટાકડા ફકડવા અંગેનું જાહેરનામું પાડવામાં આવ્યું છે. જેમાં શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન રાત્રીના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી એમ બે જ કલાક ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે બેસતા વર્ષના દિવસે રાત્રીના 11:55 વાગ્યાથી 00:30 વાગ્યા સુધી એટલે 35 મિનિટ ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે. આ સિવાય રાજકોટમાં જાહેર સ્થળોએ, હોસ્પિટલ, પેટ્રોલપંપ સહિતના સ્થળોની આસપાસ પણ ફટાકડા ફોડી શકશે નહિ.

    3 હજારથી વધુ પોલીસકર્મીઓ ખડેપગે રહેશે

    દિવાળીના પર્વ નિમિત્તે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટના વિવિધ વિસ્તારમાં 3 હજાર કરતા વધારે પોલીસ કર્મીઓ ખડેપગે રાખવામાં આવ્યા છે. આ સાથે જ રાજકોટની બજારમાં પણ પ્રાઇવેટ ડ્રેસમાં પોલીસ દ્વારા સત્તત પેટ્રોલીંગ પણ કરવામાં આવશે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સૂચના આપી છે કે જો શહેરમાં કોઈ કાયદાનું પાલન નહિ કરે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. દિવાળીના તહેવાર દરમિયાન શહેરજનો સુરક્ષિત રીતે પોતાના પરિવાર સાથે પર્વ મનાવી શકે તે માટે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા 24 કલાક પેટ્રોલીંગ કરવામાં આવનાર છે.

    ફટાકડાની 500થી વધુ દુકાનોને મંજૂરી અપાઈ

    રાજકોટ પોલીસ દ્વારા શહેરમાં 500થી વધુ ફટાકડા વહેંચાણની દુકાનોને મંજૂરી આપવામાં આવી છે. જેને લઈને પોલીસ કમિશનર દ્વારા પણ ફટાકડાની ખરીદી દરમિયાન બજારમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત પહેેરવા અને બજારમાં વધારે ભીડ વાળા વિસ્તારથી લોકોને દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. પોલીસ કમિશનર દ્વારા જણાવાયું હતું કે ફટાકડાની દુકાનો મોડે સુધી ખુલ્લી રહેવાની હોય તો શહેરજનો અલગ અલગ સમયે જઈને બજારમાંથી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ફટાકડાની ખરીદી કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.