ETV Bharat / city

Police Body Worn Camera : શું આ કાર્યથી પણ પ્રજા-પોલીસની લેતીદેતી-રકઝક અટકશે ?

રાજકોટમાં પ્રજા પોલીસ વચ્ચેની કોઈ પણ ઘટના હવે ડાયરેક્ટ ગાંધીનગર સુધી જોવા મળશે. પોલીસ કર્મીઓને સ્ટ્રીમિંગ કેમેરા (Police Body Worn Camera) આપવામાં આવ્યા છે. જેથી ગેરકાયદેસર રીતે દંડ વસૂલી અને અનેકવાર (Rajkot Police Worn Camera) પોલીસ-પ્રજા વચ્ચેના થનાર રકઝકનું નજરાણું હવે લગભગ બંધ થઈ જશે.

Police Body Worn Camera : શું આ કાર્યથી પણ પ્રજા-પોલીસની લેતીદેતી-રકઝક અટકશે ?
Police Body Worn Camera : શું આ કાર્યથી પણ પ્રજા-પોલીસની લેતીદેતી-રકઝક અટકશે ?
author img

By

Published : May 13, 2022, 12:28 PM IST

રાજકોટ : પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણને લઈને રાજ્યનું પોલીસ તંત્ર હવે સજ્જ થઈ રહ્યું છે. ટ્રાફિક પોલીસ સાથે દંડની રકમ અથવા તેને લગતી કામગીરી કરતી વખતે વાહન ચાલકોને અવાર-નવાર ઘર્ષણને થતા હોય છે. ત્યારે આ ધર્ષણને અટકાવવા દેશમાં સૌ પ્રથમ ગુજરાત સરકારે એક સાથે 10 હજાર બોડી વોર્ન (Police Body Worn Camera) કેમેરા પોલીસ તંત્રને ફાળવાયા છે. જેમાં રાજકોટ શહેરમાં પણ 300 જેટલા કેમેરા (Rajkot Police Worn Camera) ફાળવવામાં આવ્યા છે. જેને પગલે પોલીસ અને ટ્રાફિક પોલીસ સહિતના અધિકારીઓની ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે.

પોલીસ બોડી વોર્ન કેમેરો
પોલીસ બોડી વોર્ન કેમેરો

કેમેરાનો ઉપયોગ કયા કરવાનો - ટ્રાફિક નિયમનું પાલન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને VVIP બંદોબસ્ત વખતે બોડી વોર્ન કેમેરાનો (Police Body Cameras) ઉપયોગ કરવામાં આવશે. જેમાં ટ્રાફિક શાળામાં ફરજ બજાવતા દરેક હેડ કોન્સ્ટેબલ, ASI, PSI સહિતના ફિલ્ડમાં રહેતા પોલીસ અધિકારી ડ્યુટી દરમિયાન પોતાના સોલ્ડર પર બોડી વોર્ન કેમેરા લગાવીને જ ફરજ બજાવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાત પોલીસને 10,000 બોડી વોર્ન કેમેરાનું પ્રદિપસિંહ જાડેજાએ કર્યું લોકાર્પણ

ગાંધીનગરથી કેમેરો કંટ્રોલ : રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાના પોલીસને બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવ્યા છે, જેમાં બે પ્રકારના કેમેરા છે. અમુક કેમેરા લાઈવ રેકોર્ડીંગ વાળા છે. જેમનો ગાંધીનગર ખાતે બોડી વોર્ન કેમેરાનો કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જેમાં કોમી રમખાણો, VVIP સુરક્ષા, રેલી, જૂથ અથડામણ જેવી ઘટનાઓનું ગાંધીનગર ખાતેના કંટ્રોલ રૂમમાંથી લાઈવ (Body Warne Camera Live Broadcast) જોઈ શકાશે. તેમજ ત્વરીત એક્શન લેવામાં ઉપયોગી થઈ શકશે તેવી માહિતીઓ સામે આવી છે.

રાજકોટમાં 300 બોડી વોર્ન કેમેરા ફાળવ્યા
રાજકોટમાં 300 બોડી વોર્ન કેમેરા ફાળવ્યા

આ પણ વાંચો : બોડી વોર્ન કેમેરા પહેરી પોલીસ કરી રહી છે વસૂલી, જૂઓ વીડિયો...

ઘર્ષણ અટકાવવા કેમેરા કાર્યરત : રાજ્ય સરકાર દ્વારા પોલીસ અને લોકો વચ્ચે થતા ઘર્ષણ અટકાવવા માટે બોડી વોર્ન કેમેરાનો પ્રોજેક્ટ (Rajkot Police Worn Camera) અમલમાં મુક્યો છે. જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પોતાની વર્દી ઉપર કેમેરાઓ લગાડવામાં આવશે. ત્યારે આ કેમેરામાં 50 થી 60 મીટરના અંતરમાં થયેલી તમામ ગતિવિધિ વીડિયો અને ઓડિયો સાથે રેકોર્ડ થશે. જેથી પોલીસ અને લોકો વચ્ચે બનેલા બનાવના યોગ્ય પુરાવા મળી રહેશે તેવી માહિતીઓ હાલ સામે આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.