- રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે ખેડૂતોની દોડધામ વધી
- વરસાદથી પાકને થઇ શકે નુકસાન, રાજકોટ યાર્ડમાં પડ્યો છે પાક
- ત્રણ દિવસ અગાઉ 1 લાખ મગફળીની ગુણીની આવક
રાજકોટઃ રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં (Unseasonal Rainfall in Rajkot ) આવી છે. ત્યારે માવઠાંની આગાહી વચ્ચે ખેડૂતો મૂંઝવણમાં મૂકાયાં છે. બીજી તરફ વિવિધ યાર્ડમાં પણ ખુલ્લામાં માલ પડ્યો છે. રાજકોટમાં બેડી યાર્ડમાં (Rajkot Bedi Yard) ત્રણ દિવસ અગાઉ 1 લાખ મગફળીની ગુણીની આવક થઈ હોવાનું યાર્ડના વેપારી અતુલ કમાણીએ જણાવ્યું છે. જ્યારે હાલમાં બેડી યાર્ડમાં 50,000 જેટલી મગફળી ખુલ્લામાં (Groundnut lying open in the yard) પડી છે. જેને તાડપત્રી દ્વારા ઢાંકવાની પ્રાથમિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બે દિવસની વરસાદની આગાહીને પગલે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ જો ભારે વરસાદ આવશે તો આ ખુલ્લામાં પડેલ મગફળી સહિતનો પાક પલળી શકે ( Rajkot Farmers Fear Loss Due To Unseasonal Rainfall ) તેવું પણ જાણવા મળી રહ્યું છે. આજ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
ખેડૂતોને જ દર વખતે નુકશાન ભોગવવું પડે: ખેડૂત
જ્યારે પણ રાજ્યમાં કમોસમી વરસાદ (Unseasonal Rainfall in Rajkot ) આવે છે ત્યારે ખેડૂતોને જ નુકશાન ભોગવવાનો વારો આવે છે તેવું યાર્ડ ખાતે માલ લઈને આવેલ ખેડૂતે જણાવ્યું હતું. યાર્ડમાં વેપારીઓ અથવા યાર્ડ તંત્રને (Rajkot Bedi Yard) વરસાદને પગલે નુકશાન નથી જતું પરંતુ જે ખેડૂતનો માલ હોય છે તેને આ નુકશાન જવાનો ભય ( Rajkot Farmers Fear Loss Due To Unseasonal Rainfall ) હોય છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદની આગાહીને પગલે રાજકોટ યાર્ડમાં માલ લઈને આવેલા ખેડૂતોમાં ખૂબ જ ચિંતા જોવા મળી રહી છે. જ્યારે યાર્ડ તંત્ર દ્વારા પણ ખેડૂતોના પાકને નુકશાન ન જાય તેવી વ્યવસ્થા (Groundnut lying open in the yard) ગોઠવવામાં આવી રહી છે.
ખેડૂતો પોતાના ઉભા પાકને કારણે ચિંતામાં
રાજકોટ સહિત જિલ્લામાં આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે ભારે વરસાદની આગાહીને યાર્ડ તંત્ર (Rajkot Bedi Yard) અને ખેડૂતો પોતાના ઉભા પાકને (Groundnut lying open in the yard) કારણે ચિંતામાં ( Rajkot Farmers Fear Loss Due To Unseasonal Rainfall ) છે. અગાઉ પણ કમોસમી વરસાદને (Unseasonal Rainfall in Rajkot ) કારણે મોટાભાગના ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવી હતો. ત્યારે આ વખતે નુકશાની ન જાય તેવી આશા લઈને ખેડૂતો બેઠાં છે.
આ પણ વાંચોઃ Rain in Gujarat: દ્વારકામાં કમોસમી વરસાદે જગતના તાતની ઉંઘ કરી હરામ
આ પણ વાંચોઃ જામનગરમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા