રાજકોટમાં 11 વર્ષ પહેલાના કેસમાં કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, MLA પીરજાદા સહિત 12 જેટલા આગેવાનોને કોર્ટ દ્વારા દોષી જાહેર કરવામાં આવ્યા છે. તેમજ તમામ લોકોને 1-1 વર્ષની કેદ સજા અને 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
કેસની સમગ્ર વિગત જોઈએ તો, વર્ષ 2008માં જસદણના તે સમયના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાની એક જમીન પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી હતી. જે મામલે રાજકોટ કોંગ્રેસના આગેવાનો દ્વારા કલેક્ટરને રજૂઆત માટે રેલી યોજી હતી. જે દરમિયાન કલેક્ટર કચેરી ખાતે ટોળું વિફરતાં તોડફોડ કરાઈ હતી. જે મામલે રાજકોટ પોલીસે 179 જેટલા કોંગી આગેવાનો સહિત 1500 લોકો વિરોધ ગુનો નોંધ્યો હતો.જે મામલે રાજકોટની નામદાર કોર્ટે 12 લોકોને દોષી ઠેરવીને એક-એક વર્ષની સજા સાથે રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો છે.
દોષિતોમાં સ્વ. વિઠ્ઠલ રાદડિયા, રાજકોટ કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર જસવતસિંહ ભટ્ટી, મહેશ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ , ભીખુભાઇ વાડોદરીય ગોવિંદભાઈ રાણપરિયા, દેવજી ફતેપરા, ધારાસભ્ય પીરજાદા જાવેદ, ભીખાભાઇ જોશી, ગોરધન ધામેલીયા અને પોપટભાઇ જીંઝરીયાનો સમાવેશ થાય છે.