ETV Bharat / city

Rajkot Civil Omicron Alert: આ દ્રશ્યો જોઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે માસ્ક પહેરીને જજો! - Omicron Update in Gujarat 2021

રાજકોટ સિવિલ અધિક્ષક (Rajkot civil superintendent) આર.એસ ત્રિવેદીએ આ અંગે જણાવ્યું કે, છેલ્લા 15 દિવસનાં આંકડાઓ અનુસાર, ડેંગ્યુનાં 18 કેસ, ચિકનગુનિયાનો 1 કેસ, કોલેરાનો કોઈપણ કેસ નોંધાયો નથી. જે અગાઉના પ્રમાણમાં ઘણું ઓછું એટલે કે 50 ટકા ઘટ્યું છે. સિઝન બદલાયા બાદ વકરેલો રોગચાળો હાલ કાબુમાં આવી ગયો છે. કોરોના અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, હાલ એકપણ કેસ નથી, અને ઓમિક્રોન અંતર્ગત જીનોમ સિક્વન્સિંગ (Genome sequencing in Gujarat) માટે મોકલવામાં આવેલા 3 દર્દીઓનાં રિપોર્ટ પણ નોર્મલ આવ્યા છે. જેને લઈને રાજકોટમાં એમિક્રોનના પોઝિટિવ કેસ મામલે ચિંતાનો વિષય નથી.

Rajkot Civil Omicron Alert: આ દ્રશ્યો જોઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે બે માસ્ક પહેરીને જજો!

author img

By

Published : Dec 17, 2021, 3:36 PM IST

Updated : Dec 17, 2021, 3:48 PM IST

રાજકોટઃ ગુજરાતમાં કોરોના વાયરસના નવા વોરિયન્ટ એમિક્રોન (Rajkot Civil Omicron Alert)ના કેસમાં ધીમે-ધીમે વધારો થઇ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના જામનગર ખાતે પણ એમિક્રોનના કેસ જોવા મળ્યા છે. એવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો રોજ મોટી સંખ્યામાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. હોસ્પિટલની અંદર પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવી રીતે દર્દીઓ લાઈનમાં અલગ-અલગ રોગના કેસ કઢાવવા માટે જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો જોઇને લાગે છે કે, રાજકોટમાં આગામી દિવસોમાં જો એમિક્રોનનો એક પણ પોઝિટિવ કેસ (Omicron positive case in rajkot) નોંધાય તો તેમા ચોક્કસથી સંક્રમણ ફેલાઇ શકે છે.

Rajkot Civil Omicron Alert: આ દ્રશ્યો જોઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે બે માસ્ક પહેરીને જજો!

50 ટકા ઘટ્યો ઋતુજન્ય રોગચાળો: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ

રાજકોટ સિવિલ અધિક્ષક (Rajkot civil superintendent) આર.એસ ત્રિવેદીએ આ અંગે જણાવ્યું કે, છેલ્લા 15 દિવસનાં આંકડાઓ અનુસાર, ડેંગ્યુનાં 18 કેસ, ચિકનગુનિયાનો 1 કેસ, કોલેરાનો કોઈપણ કેસ નોંધાયો નથી. જે અગાઉના પ્રમાણમાં ઘણું ઓછું એટલે કે 50 ટકા ઘટ્યું છે. સિઝન બદલાયા બાદ વકરેલો રોગચાળો હાલ કાબુમાં આવી ગયો છે. કોરોના અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, હાલ એકપણ કેસ નથી, અને ઓમિક્રોન અંતર્ગત જીનોમ સિક્વન્સિંગ (Genome sequencing in gujarat ) માટે મોકલવામાં આવેલા 3 દર્દીઓનાં રિપોર્ટ પણ નોર્મલ આવ્યા છે. જેને લઈને રાજકોટમાં એમિક્રોનના પોઝિટિવ કેસ મામલે ચિંતાનો વિષય નથી.

ગઈકાલે કોરોનાના 7 પોઝિટિવ કેસ સામે આવ્યા

રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો ગઈ કાલે માત્ર એક જ દિવસમાં 7 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં હવે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. જે ખૂબ જ ચિંતાજનક છે. એવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ દરરોજ દર્દીઓની મોટી સંખ્યા જોવા મળે છે. હોસ્પિટલમાં દર્દીઓ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરતા નથી. એવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ ભવિષ્યમાં કોરોના વધુ પ્રમાણમાં વકરે તેવી સ્થિતી સામે આવી છે.

આ પણ વાંચો: Surat Omicron Alert: સુરતમાં આજદિન સુધી કુલ 62 જેટલા સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યા

આ પણ વાંચો: Omicron Update in Jamnagar : જામનગરમાં ઓમિક્રોનના વધુ 2 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 3 કેસની પુષ્ટિ થઇ

Last Updated : Dec 17, 2021, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.