ધોરાજીમાં જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા
- બહારપુરા કારખાના વિસ્તારમાં જાહેરમાં રમી રહ્યાં હતા જુગાર
- ધોરાજી પોલીસે રૂપિયા 17,330 સાથે ત્રણ ઇસમોને ઝડપ્યા
રાજકોટઃ ધોરાજીમાં બહારપુરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને પોલીસે બાતમીના આધારે રેઇડ કરી રોકડા રૂપિયા 17,330 સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધોરાજી પોલીસને રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે બહારપુરા કારખાના વિસ્તારમાં જાહેરમાં ઇસમો જુગાર રમી રહ્યાં છે, જેથી પોલીસે રેઇડ કરી રોકડા રૂપિયા 17,330 સાથે ત્રણ ઇસમો સિકંદર અલ્લારખા ઘાચી, દિપક બગડા અને અતુલ ભાસ્કરને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.