રાજકોટના આજીડેમ વિસ્તારમાં બે દિવસ પૂર્વે એક યુવતીમાં અપહરણ મામલે100 લોકોનું ટોળું પોલીસ મથકે ઘસી આવ્યું હતું. જેમાં વોર્ડ નંબર 18ના મહિલા કોર્પોરેટર મેનાબેન જાદવ પણ હતા. આ ટોળાંએ આજીડેમ મથકે રહેલા પોલીસ કર્મીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. જ્યારે એક પોલીસ જવાનના કપડાં ફાળી નાખવાની ઘટના સર્જાઈ હતી.
જો કે પોલીસે પણ ટોળાંને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો અને મામલો શાંત પાડયો હતો. આ સમગ્ર મામલે રવિવારે વોર્ડ નંબર 18 મહિલા કોર્પોરેટર સહિત 37 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.