- રાજકોટમાં ધુળેટી રમવા પર પ્રતિબંધ
- હોળી પ્રગટાવવામાં પણ ઓછામાં ઓછા લોકોએ ભેગા થવું
- ધુળેટી રમતા ઝડપાશો તો કાયદેસરની કાર્યવાહી કરાશે
આ પણ વાંચો : હોળી ધૂળેટી પર્વને કોરોનાનું ગ્રહણ, વેપારીઓમાં જોવા મળી નારાજગી
રાજકોટ: સૌરાષ્ટ્રમા કોરોના કહેર દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટમાં હોળી અને ધુળેટીના તહેવારને લઈને રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે નિવેદન આપ્યું કે, હોળી પ્રગટાવવા અને વિધિ કરવા ઓછામાં ઓછા લોકોએ ભેગું થવું અને સમયસર પૂર્ણ કરી દેવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો : હોળી-ધુળેટીના પર્વને લઈને વતન જવા નાગરિકોની ST સ્ટેન્ડ પર ભીડ
જાહેર સ્થળો પર ધુળેટી રમી શકાશે નહીં
રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, ધુળેટી પર્વ પર સંપૂર્ણ પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડ્યું છે. તેનું લોકોએ ચુસ્તપણે પાલન કરવું પડશે. જ્યારે જાહેર સ્થળો પર ધુળેટી રમી શકાશે નહીં. રંગ લગાવવાથી અથવા તો શેક હેન્ડ કરવાથી કોરોનાનું સંક્રમણ વધી શકે છે. તેને લઈને પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ધુળેટીના દિવસે પોલીસનું પેટ્રોલિંગ પણ રહેશે. ધુળેટી રમતા ઝડપાશો તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.