ETV Bharat / city

Onions Bumber Crop in Gujarat 2021 : રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ત્રણ દિવસમાં રૂપિયા 7 કરોડની ડુંગળી ઠલવાઇ - Increase in Grain cultivation in Gujarat

રાજ્યના મોટાભાગના યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક (Onions Bumber Crop in Gujarat 2021) થઈ રહી છે. ત્રણ દિવસમાં જ રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડમાં (Rajkot Gondal Marketing Yard) 46 લાખ કિલો ડુંગળી ઠાલવવામાં આવી છે. તેની બજાર કિંમત રૂ. 7 કરોડ થવા જઈ રહી છે.

Onions Bumber Crop in Gujarat : રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ત્રણ દિવસમાં રૂપિયા 7 કરોડની ડુંગળી ઠલવાઇ

author img

By

Published : Dec 17, 2021, 4:37 PM IST

Updated : Dec 17, 2021, 8:18 PM IST

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં 65,000 હેકટરમાં ડુંગળીનું વાવેતર થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ ડુંગળીનો પાક તૈયાર થઇ ગયો હોય ત્યારે તે સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડોમાં (Rajkot Gondal Marketing Yard) આવી રહ્યો છે. જ્યારે યાર્ડમાં પણ આ ડુંગળીના પાકના સારા ભાવો મળતા હોવાના કારણે ખેડૂતો હાલ ડુંગળી વેચવાનું પસંદ કરી રહ્યા છે. રાજકોટ યાર્ડની વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ દિવસમાં 22 લાખ કિલો જેટલી ડુંગળીની આવક માત્ર રાજકોટ યાર્ડમાં (Onions Bumber Crop in Gujarat 2021) નોંધાઈ છે. જ્યારે ખેડૂતોને ડુંગળીના મણે રૂ.100થી લઈને રૂ. 450 સુધીના ભાવ જોવા મળી રહ્યા છે એટલે ખેડૂતોને પણ પાકના યોગ્ય ભાવ મળતા હોવાના કારણે મોટા પ્રમાણમાં ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે.

રાજ્યમાં ચાલુ વર્ષે ડુંગળીના પાકમાં વધારો થયો છે જેમાંથી 98 ટકા જેટલી ડુંગળી માત્ર સૌરાષ્ટ્રમાં જ છે. એમાં હવે ખેતરમાં ડુંગળીનો પાક તૈયાર થઈ જતા યાર્ડમાં પણ નવી ડુંગળીની આવકો શરૂ થઈ છે.

ગોંડલ યાર્ડમાં 24 લાખ કિલો ડુંગળી આવી

ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો ગોંડલ યાર્ડમાં (Rajkot Gondal Marketing Yard) છેલ્લા ત્રણ દિવસમાં 24 લાખ કિલો ડુંગળીની આવક (Onions Bumber Crop in Gujarat 2021) નોંધાઇ છે. જ્યારે ડુંગળીના સરેરાશ ભાવની વાત કરવામાં આવે તો મણે રૂ. 300ના ભાવ હાલ ખેડૂતોને મળી રહ્યા છે એટલે કે કિલોના 15 રૂપિયા ડુંગળીના હાલ ખેડૂતોને મળી રહ્યા છે. જે ભાવ ખેડૂતોને પણ વાજબી લાગતા હોય ત્યારે મોટા પ્રમાણમાં ખેડૂતો ડુંગળીનું વેચાણ યાર્ડમાં કરી રહ્યા છે. જ્યારે રાજકોટ અને ગોંડલ યાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવક તથા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ત્રણ દિવસમાં જ આટલી મોટી સંખ્યામાં ડુંગળીની બમ્પર આવક

મગફળી વેચવા માટે વાહનોની લાંબી લાઈન

રાજકોટ યાર્ડમાં ડુંગળીની સાથે હાલ મગફળીની ખરીદી (Groundnut MSP 2021) પણ ચાલુ છે. ત્યારે આજે વહેલી સવારે યાર્ડ બહાર 500 જેટલા વાહનોની લાંબી કતાર મગફળી વેચવા માટે જોવા મળી હતી. છેલ્લા 11 દિવસથી રાજકોટના બેડી યાર્ડમાં (Rajkot Gondal Marketing Yard) મગફળીની ખરીદી બંધ રાખવામાં આવી હતી. ત્યારે આજથી વિધિવત રીતે મગફળીની ખરીદીની ( Purchase of peanuts 2021) શરૂઆત કરવામાં આવી છે. ત્યારે મોડી રાતથી જ રાજકોટ જિલ્લાના આસપાસના ખેડૂતો મોટા પ્રમાણમાં પોતાની મગફળીનો પાક વાહનમાં લઈને રાત્રે જ લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. ખેડૂતોને સરકારના ટેકાના ભાવ કરતા ખુલ્લી બજારમાં મગફળીના સારા ભાવ મળી (Groundnut MSP 2021) રહ્યા હોવાના કારણે ખેડૂતો ખુલ્લી બજારમાં મગફળી વેચવાનું હાલ પસંદ કરી રહ્યા છે.

રાજ્યમાં મગફળીનું વાવેતર વધુ થયું હતું

રાજ્યમાં ખેડૂતોએ મગફળીનું સૌથી વધુ વાવેતર (Groundnut Crop 2021) કર્યું હતું. રાજ્યમાં 94,518 હેકટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. મગફળીના પાકમાં વધુ આવક અને રાજ્ય સરકારના ટેકાના ભાવથી ખરીદીમાં ખેડૂતોને વધુ ફાયદો થતો હોવાના કારણે રાજ્યમાં 94,518 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 145 સેન્ટર નક્કી કરવામાં આવે છે અને ખેડૂતોને ઓનલાઇન સિસ્ટમ અને મેસેજથી જે તે નજીકના ખરીદો ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ત્યારબાદ કપાસ અને જ્યારે સૌથી ઓછું તમાકુનું વાવેતર નોંધાયું હતું.

ધાન્ય પાકોના વાવેતરમાં વધારો થયો હતો

ગુજરાતમાં જે રીતે તમાકુના વાવેતરમાં ઘટાડો આવ્યો તેવી જ રીતે ધાન્ય પાકોના વાવેતરમાં વધારો (Increase in Grain cultivation in Gujarat) જોવા મળ્યો હતો. ચોમાસાના વાવણીલાયક વરસાદ સાથે આ વર્ષે 1044 સેક્ટરમાં ધાન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે 625 હેકટરમાં કઠોળ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. 95,144 હેકટરમાં તેલીબિયાં પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે 1,21,741 હેકટરમાં કપાસ, ગવાર, શાકભાજી, ઘાસ અને તમાકુનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં ડુંગળીનો પાક તૈયાર થઇને (Onions Bumber Crop in Gujarat 2021) બજારોમાં ઠલવાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ કિસાન રેન્ક ટ્રેન મારફતે ધોરાજીથી 550 મેટ્રિક ટન ડુંગળી ગુવાહાટી મોકલાઈ

આ પણ વાંચોઃ Onion સીઝન પૂર્ણ થવાને આરે, મહુવા યાર્ડમાં હવે આટલી જ આવક થઈ રહી છે

Last Updated : Dec 17, 2021, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.