- રાજકોટમાં તૌકતેએ તાંડવ સર્જ્યુ
- 70થી વધુ વૃક્ષો થયા ધારાશાહી
- રાજકોટમાં અંદાજીત અઢી ઇંચ વરસાદ વરસ્યો હોવાનું અનુમાન
રાજકોટ : ગુજરાત તરફ આગળ વધી રહ્યું તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં તરખાટ મચાવ્યો છે. સોમવારે મોડી સાંજથી ભારે પવન સાથે વરસાદ પડતા ઘણા ગામોમાં અને શહેરમાં નુકસાન જોવા મળી રહ્યું છે અને તારાજી સર્જાઈ છે. રાજકોટમાં અંદાજીત અઢી ઇંચ વરસાદ વરસ્યો હોવાનું તંત્ર દ્વારા અનુમાન લગાવામાં આવ્યું છે. વાવાઝોડાના પગલે રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર 15 વધુ વૃક્ષો ધારાશાહી થાયા જોવા મળ્યા હતા, ત્યારે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષોને ભારે નુકસાન થયેલું જોવા મળ્યું હતું.
આ પણ વાંચો : જૂઓ પોરબંદરથી ગ્રાઉન્ડ રિપોર્ટ: પોરબંદરમાં અનેક વૃક્ષો થયા ધરાશાયી, કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનું રેસ્ક્યુ
સિવિલની કોવિડ હોસ્પિટલમાં વૃક્ષો ધરાશાયી થયા
તૌકતે વાવાઝોડું ગત રાત્રીના ટકરાયું હતું. ઊર્જા વિભાગને ખુબ મોટું નુકસાન પહોચ્યું છે. 2.23લાખ કિમીની લાઈનો છે. 9,000કિમીની લાઈનમાં નુકસાન પહોંચ્યું છે. તો બીજી તરફ રાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. કોવિડ હોસ્પિટલના રેડ ઝોન વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયાનું પણ સામે આવ્યું હતું, ત્યારે તંત્ર દ્વારા તમામ ધરાશાહી થયેલા વૃક્ષોને હટાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે તૌકતે વાવાઝોડું હજુ ગુજરાતમાં કેટલી તબાહી સર્જે છે તે જોવાનું રહ્યુ.
