- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયનનો વિરોધ
- કર્મચારીઓને કાયમી કરવામાં આવે તે સાથે કરવામાં આવ્યો વિરોધ
- સિવિલના અધિક્ષકને આવેદન આપવામાં આવ્યું
રાજકોટઃ જિલ્લાની સિવિલ હોસ્પિટલના લેબ ટેક્નિસિયન દ્વારા હંગામી કર્મચારીઓને કાયમી કર્મચારી કરવાની માગ સાથે વિરોધ નોંધવાવામાં આવ્યો છે તેમજ સિવિલ હોસ્પિટલના લેબ ટેક્નિશિયનોએ સિવિલના અધિક્ષકને આવેદન આપ્યું હતું. સરકારને એલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે જો સરકાર દ્વારા તેમની માગણીઓ સ્વીકારમાં નહિ આવે, તો આગામી દિવસોમાં આ લેબ ટેક્નિસિયન દ્વારા હડતાળ યોજવામાં આવશે.
આ પણ વાંચો : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 250 જેટલા ધમણ-1 વેન્ટિલેટર લોબીમાં ધૂળ ખાતા નજરે પડયા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 40 લેબ ટેક્નિસિયન બજાવી રહ્યા છે ફરજ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 40 લેબ ટેક્નિશિયન ફરજ બજાવી રહ્યા છે. આ કર્મચારીઓએ તેમને હંગામી કર્મચારી થી કાયમી કર્મચારી કરવા માંગણી કરી હતી. આ બાબતે અવાર નવાર રાજુવાત કરવામાં આવી છે પરંતુ હજુ કોઈ નિવાળો આવ્યો નથી. આ પહેલા પણ લેબ ટેક્નિસિયન દ્વારા અનેક વાર સરકાર અને અધિક્ષકને રજૂઆત થઇ ચુકી છે પરંતુ કોરોના વોરિયર્સનો બિરુદ આપવા કરતા કાયમી કર્મચારી કરવાની અપીલ કરી હતી.સિવિલ હોસ્પિટલના લેબ ટેક્નિસિયનોએ સિવિલના અધિક્ષકને આવેદન આપી અને વિરોધ નોંધાવ્યો હતો.