ETV Bharat / city

ચૂંટણી પહેલા કૉંગ્રેસ માતાજીના શરણે, ખોડલધામમાં નરેશ પટેલ કૉંગ્રેસની યાત્રાનું કરશે સ્વાગત - gujarat congress news

વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) ધ્યાનમાં રાખી ગુજરાત કૉંગ્રેસે સૌરાષ્ટ્રમાં યાત્રા (Congress yatra) શરૂ કરી છે. કૉંગ્રેસ વધુને વધુ લોકો સાથે સંપર્ક કરી શકે તે હેતુથી આ યાત્રા (Congress yatra) શરૂ કરવામાં આવી છે.

ચૂંટણી પહેલા કૉંગ્રેસ માતાજીના શરણે, ખોડલધામમાં નરેશ પટેલ કૉંગ્રેસની યાત્રાનું કરશે સ્વાગત

author img

By

Published : Sep 28, 2022, 4:24 PM IST

Updated : Sep 28, 2022, 5:04 PM IST

રાજકોટ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) નજીક આવતા જ કૉંગ્રેસ સક્રિય થઈ છે. આ વખતે 27 વર્ષના વનવાસને પૂર્ણ કરવાની તૈયારી પણ પાર્ટી કરી રહી છે. ત્યારે હવે કૉંગ્રેસે સૌરાષ્ટ્રમાં ચલો કૉંગ્રેસ કે સાથ મા કે દ્વાર યાત્રા (Chalo Congress ke saath Maa ke dwar yatra) શરૂ કરી (gujarat congress news) છે. કૉંગ્રેસ દ્વારા એક તરફ દેશમાં ભારત જોડો યાત્રા (bharat jodo yatra) શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાત કૉંગ્રેસ વધુને વધુ લોકો સાથે સંપર્ક થઈ શકે તે માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ યાત્રામાં 500થી વધુ બાઈક અને કાર સાથે કાર્યકર્તાઓ જોડાયા છે.

રણશિંગું ફૂંકાયું ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Assembly Elections 2022) રણશિંગું ફુંકાઈ ગયું છે, જેમાં દરેક રાજકીય પક્ષોએ ચૂંટણીમાં વિજય માટે પ્રચારપ્રસાર અભિયાન શરૂ કરી દીધા છે. જેમજેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેમતેમ કૉંગ્રેસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસ 28 સપ્ટેમ્બરથી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસે ‘ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર’ (Chalo Congress ke saath Maa ke dwar yatra) યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ યાત્રા એક દિવસની રહેશે અને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા, ઋત્વિજ મકવાણા અને અંબરીશ ડેરના અધ્યક્ષ સ્થાને નીકળવામાં આવી છે.

મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

નરેશ પટેલ કરશે સ્વાગત આ યાત્રા રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડથી સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને ફૂલહાર કરીને સ્થાન કરી શાપર થઈને ગોંડલ શહેરમાંથી જશે. ત્યાંથી વિરપુર દર્શન કરીને ખોડલધામ પહોંચશે, જ્યાં નરેશ પટેલ (Khodaldham Naresh Patel) આ યાત્રાનું સ્વાગત કરશે. આ યાત્રા ખોડલધામથી જૂનાગઢ થઈને ગાંઠિલા જશે. ત્યાંથી સિદસર જઈને આ યાત્રા પૂર્ણ થશે.

મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા આ યાત્રામાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાના નેતાઓ કાર્યકર્તાઓ જોડાયા છે. ત્યારે આ યાત્રામાં ગુજરાત પ્રમુખ (Congress Leader Jagdish Thakor) , સાંસદ શક્તિસિંહ ગોહિલ (shaktisinh gohil), પ્રભારી તેમ જ ધારાસભ્ય અને કાર્યકરો જોડાયા છે.

યાત્રામાં વિવિધ વિસ્તારોના નેતા જોડાશે આ યાત્રા (Chalo Congress ke saath Maa ke dwar yatra) રાજકોટ શહેરમાંથી નીકળીને શાપર, ગોંડલ, વીરપુર જલારામ, ખોડલધામ, જેતપુર, ગાઠીલા, શાપુર, વંથલી, માણાવદર, સરદારગઢ, પાટણવાવ, ઉપલેટા અને મોટી પાનેલી થઈને સીદસર જશે ત્યારે આ યાત્રામાં આવતી વિધાનસભા જેમ કે, રાજકોટ ગ્રામ્ય, ગોંડલ, જેતપુર, માણાવદર, ધોરાજી, જામજોધપુર સહિતની વિધાનસભા અને તેમના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થશે. આ યાત્રામાં અલગ અલગ વિસ્તારોમાંથી નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જોડાશે તેવું પણ સામે આવ્યું છે.

Last Updated : Sep 28, 2022, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.