ETV Bharat / city

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર તબીબોએ જુનિયરને માર્યો માર

રાજકોટ સિવિલ હોસ્પિટલ ( Rajkot Civil Hospital )ના ત્રણ સિનિયર તબીબોએ એક જુનિયર તબીબ સાથે મારામારી કરી હતી. જેની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી. આ મામલે જુનિયર તબીબ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા આ મારામારી જૂની અદાવતને લઈને થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

beaten in Rajkot Civil Hospital
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર તબીબોએ જુનિયરને માર્યો માર
author img

By

Published : Jun 29, 2021, 6:01 PM IST

  • સિનિયર તબીબોએ એક જુનિયર તબીબને માર્યો માર
  • મારામારીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ
  • જુનિયર તબીબે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ

રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલ ( Rajkot Civil Hospital )ની કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ફરી વિવાદોમાં સપડાય છે. જેમાં 3 જેટલા સિનિયર તબીબોએ એક જુનિયર તબીબને ઢોરમાર માર્યો છે. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. શહેરના પ્રદ્યુમનનગર પોલીસ મથક ( Pradyumnnagar Police Station )માં આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે, સિવિલ હોસ્પિટલમાં સીનિયર તબીબ અને જુનિયર તબીબો વચ્ચે મારામારીની ઘટના સામે આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે, સિનિયર અને જુનિયર બન્ને તબીબોએ એકબીજા પર આક્ષેપો પણ કર્યા છે. આ સમગ્ર ઘટના જૂની અદાવતને લઈને થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

beaten in Rajkot Civil Hospital
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર તબીબોએ જુનિયરને માર્યો માર

આ પણ વાંચો: Robbery at Gunpoint - બંદૂકની અણીએ લૂંટ કરવા જતા દંપતીની ધરપકડ

ત્રણ સિનિયર તબીબોએ જુનિયરને માર્યો માર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ઈન્ટર્ન તબીબો દ્વારા જુનિયર તબીબને માર મારવામાં આવ્યો છે. હોસ્પિટલમાં સિનિયર ડો. જીમિત ગઢીયા, ડો. કેયુર મણીયાર અને ડો. આલોક સિંહે જુનિયર તબીબ ડો. ધવલને ઢોર માર માર્યો હતો. આ ઘટના અંગે જુનિયર તબીબે જણાવ્યું હતું કે, તેને હોસ્પિટલમાં સિનિયર દ્વારા ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે હવે પરીક્ષા પુરી થઇ ગઈ છે. હવે અમે તને સીધો કરીશું, આ અંગે મેં તેમને પૂછ્યું કે તમે કહેવા શું માંગો છો, ત્યારે મારા સિનિયરે કહ્યું કે તું અમારુ માનતો નથી. તેમ કહીને પહેલા એક સિનિયરે પાછળથી તેના માથા પર માર માર્યો અને અન્ય સિનિયરોએ તેને ઢીકાપાટુ મારવાનું શરૂ કરી દીધું હતું.

સિનિયર ડોક્ટરે પણ કર્યા સામા આક્ષેપ

સિવિલ હોસ્પિટલમાં તબીબોને માર મારવાની ઘટના સામે આવતા આ મામલે હુમલો કરનાર સિનિયર ડોક્ટર કેયુર મુનિયાએ જણાવ્યું હતું કે, જુનિયર ડોક્ટર ધવલ બારોટે ફોન કરી તેમના ભાઇ સાથે વાત કરવા કહ્યું હતું અને તેમના ભાઇએ ફોન પર અમને ગાળો આપી હતી. આ બાદ અમને માર માર્યો હતો. આ અગાઉ પણ આવું કૃત્ય તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. જે મામલે અમે સિવિલ હોસ્પિટલમાં ઉચ્ચ અધિકારીઓને રજૂઆત પણ કરી હતી, પરંતુ આ પ્રકારની ઘટના ફરી બનતા આ મારામારી સર્જાઈ હતી.

આ પણ વાંચો: Mass Suicide Attempt : રાજકોટની શિવ શક્તિ ડેરી ફાર્મમાં ચાર લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

આ મામલે નોંધાઈ પોલીસ ફરિયાદ

રાજકોટ સિવિલ હોસ્પિટલના કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં તબીબો વચ્ચે મારામારીની ઘટના સર્જાઇ હોવાના CCTV વીડિયો પણ સામે આવ્યા હતા. જ્યારે, આ મામલે જુનિયર ડો. ધવલ બારોટે રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. જોકે, તબીબો વચ્ચે મારામારીની ઘટના સર્જાતા સિવિલ તંત્ર પણ મુશ્કેલીમાં મુકાઇ ગયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.