રાજકોટ: રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના હસ્તે આજે 13 પાકિસ્તાની હિંદુઓને નાગરિકતા પત્ર (Indian Citizenship To Pakistani Hindus) એનાયત કરવામા આવ્યા હતા. કલેક્ટર કચેરી (rajkot collector office) ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેલા 10 નાગરિકોને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ 13 પાકિસ્તાની હિંદુઓ (pakistani hindus in rajkot) છેલ્લા ઘણા વર્ષથી રાજકોટમાં ભગવતીપરા (rajkot bhagwatipara) અને અન્ય વિસ્તારમાં સ્થાયી થયા છે.
નાગરિકતા પ્રાપ્ત કરનારા નાગરિકોને કલેક્ટરે અભિનંદન પાઠવ્યા
આ પ્રસંગે કલેક્ટરે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરનારા નાગરિકોને શુભકામના પાઠવી હતી. સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલી નિયમાનુસારની તેમજ ઝડપી કાર્યવાહી બદલ આ પરિવારોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. ભારતની નાગરિકતા પ્રાપ્ત કરનારા યુવાન અનિલભાઈ મહેશ્વરીએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, ભારતીય નાગરિકતાનું મારૂં સપનું સાકાર થયું છે, તેનો આનંદ છે. હું વાણિજ્ય અને એક્સપોર્ટની કામગીરી કરી રહ્યો છું. નાગરિકતા પ્રાપ્ત કરતા મને વધુ બળ મળશે.
સમાજની મુખ્ય ધારામાં જોડાતા લાભ થશે
તેઓએ ગર્વ સાથે જણાવ્યું હતું કે, "ભારતની ઈકોનોમીને ઊંચી લઈ જવા અમે ભાગીદારી નોંધાવીશું અને વડાપ્રધાનનું ભારતને વધુ પ્રગતિ સાથે ઈકોનોમીને વધુ ઊંચી લઈ જવાનું સપનું ‘મેક ઇન ઇન્ડિયા’ (make in india)ના નિર્ધાર સાથે સાકાર કરીશું. અન્ય એક નાગરિક મોહનભાઈ તેજપાલ મહેશ્વરી નામના યુવાને પ્રતિભાવ આપ્યો હતો કે, આજે નાગરિકતા પ્રાપ્ત થઈ તેની ખુબ ખુશી છે અને હવે અમે સમાજની મુખ્ય ધારામાં જોડાતા અમને લાભ પણ પ્રાપ્ત થશે, તેનો વિશેષ આનંદ છે."
આ પણ વાંચો: Amount of Cannabis in Rajkot: રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 1 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો