ETV Bharat / city

રાજકોટમાં ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસમાં વધારો - ડેન્ગ્યુ

એક તરફ છેલ્લા દોઢ વર્ષથી ભારતમાં કોરોનાની મહામારી સતત જોવા મળી રહી છે.તેવામાં મેડિકલ સંસ્થાઓ તેમજ આરોગ્યની ટીમો હાલ કોરોના સંક્રમણ ઘટે તે માટેના પ્રયાસો કરી રહી છે. એવામાં કોરોના સિવાય હવે પાણી તેમજ મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. સામાન્ય રીતે ચોમાસામાં આ પ્રકારના કેસોમાં વધારો જોવા મળતો હોય છે. જેને લઇને આ વર્ષે પણ કોરોનાની મહામારી સાથે ચિકનગુનિયા તેમજ ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો છે.

રાજકોટમાં ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસમાં વધારો

author img

By

Published : Sep 4, 2021, 7:47 PM IST

  • રાજકોટમાં ગયા વર્ષની સરખામણીએ રોગચાળાનું વધુ પ્રમાણ
  • ચાલુ વર્ષે ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસમાં વધારો થયો
  • રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીએ આપી માહિતી

રાજકોટ: રાજકોટમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. આ અંગે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના અધિકારી અને બાયોલોજીસ્ટ વૈશાલીબેને ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષ 38 ડેન્ગ્યુ જેટલા અને ચિકનગુનિયાના 9ના કેસ નોંધાયા છે. જે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના છે. જ્યારે ગયા વર્ષની વાત કરવામાં આવે તો ગયા વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં 62 જેટલા ડેન્ગ્યુના અને 19 જેટલા કેસ મળ્યા છે. જ્યારે ચાલુ વર્ષની સરખામણીમાં ઓછા કહી શકાય છે. આ સિવાય રાજકોટમાં સામાન્ય તાવ શરદી ઉધરસ તેમજ ઝાડા ઉલ્ટીના કેસમાં પણ વધારો નોંધાયો છે. ખાસ ચોમાસાની ઋતુને લઈને આ રોગચાળો વકર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સિવિલ હોસ્પિટલમાં લોકોની લાંબી લાઈન
ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે મચ્છરજન્ય પાણીજન્ય રોગો વધુ પ્રમાણમાં હોય છે. એવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓની સંખ્યામાં ઘણો વધારો નોંધાયો છે. હાલ સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજ નવા કેસો કઢાવવા માટે દર્દીઓની લાંબી કતારો જોવા મળતી હોય છે. એક તરફ કોરોનાની મહામારી શરૂ છે એવામાં ઋતુજન્ય રોગચાળોમાં વધારો થતાં રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા પણ વિવિધ જગ્યાએ ચેકિંગ અને દવાનો છંટકાવ તેમજ ફોગિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં રોગચાળો વધ્યો, ચિકનગુનિયા, શરદી, તાવ, ઉધરસના 500થી વધુ કેસ જોવા મળ્યાં

આ પણ વાંચોઃ રાજકોટ રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીઓના કોરોના ટેસ્ટિંગ શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.