ETV Bharat / city

રાજકોટમાં મેયર તથા ડેપ્યુટી મેયરે લીધી કોરોના વોર્ડની મુલાકાત - Rajkot news

રાજકોટમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આ રાજકોટના મેયર તથા ડેપ્યુટી મેયરે કોરોના વોર્ડની મુલાકાત લીધી હતી. તેમને કોરોનાના દર્દા સાથે વાતચીત પણ કરી હતી.

રાજકોટના મેયર
રાજકોટના મેયર
author img

By

Published : Mar 31, 2021, 2:59 PM IST

  • રાજકોટ, વડોદરા, અમદાવાદ અને સુરત શહેરમાં રાત્રિ કર્ફ્યુ લગાવામાં આવ્યું
  • શહેરમાં મોટા પ્રમાણમાં કોરોના વેક્સિન આપવામાં આવી રહી
  • રાજકોટના મેયર ડૉ. પ્રદીપ ડવે કોરોના હોસ્પિટલની મુલાકાત કરી

રાજકોટ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા પછી રાજ્ય પણ કોરોનાના કેસમાં જબરો ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ રાજકોટ, વડોદરા, અમદાવાદ અને સુરત શહેરમાં કર્ફ્યુ લગાવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ રોકવા માટે રાત્રિના 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ શહેરમાં મોટા પ્રમાણમાં કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે.

કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું

રાજકોટમાં પણ કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. જ્યારે આજે રાજકોટના મેયર ડૉ.પ્રદીપ ડવ અને ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતા શાહે કોરોના હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દર્દીઓ સાથે વાતચીત કરી હતી.

રાજકોટના મેયરે લીધી કોરોના વોર્ડની મુલાકાત

આ પણ વાંચો : ધૈર્યરાજસિંહની મદદ માટે રાજકોટના મેયર આગળ આવ્યા

ડૉ. પ્રદીપ ડવ કોરોનાના દર્દીઓ સાથે વાતચીત કરી

રાજકોટના નવનિયુક્ત મેયર ડૉ. પ્રદીપ ડવે, ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતા શાહ સાથે કોરોના હોસ્પિટલની મુલાકાત કરી હતી. ડૉ. પ્રદીપ ડવ કોરોનાના દર્દીઓ સાથે વાતચીત કરી હતી. તેમને હોસ્પિટલમાં મળતી સુવિધાઓ અંગેની માહિતી પણ મેળવી હતી. રાજકોટ મનપાના પદાધિકારીઓ દ્વારા સિવિલ હોસ્પિટલનું સપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : રાજકોટના મેયર ડૉ. પ્રદીપ ડવ સરકારી બંગલામાં રહેવા નહીં જાય

અધિકારીઓએ રાજકોટ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો સાથે બેઠક યોજી

અધિકારીઓએ રાજકોટ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો સાથે પણ બેઠક યોજી હતી. હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે કયા પ્રકારની સુવિધાઓ છે, વેન્ટિલેટર કેટલા છે, બેડ તેમજ ઓક્સિજનનો જથ્થો સહિતની માહિતી ડૉક્ટર પાસેથી મેળવી હતી. આ સાથે જ આગામી દિવસોમાં કોરોનાના વધારે પોઝિટિવ કેસ આવશે તો કયા પ્રકારની રણનીતિની રહેશે તે અંગે પણ ચર્ચા આ બેઠકમાં યોજાઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.