ETV Bharat / city

રાજકોટ: ગોંડલના ગુંદાળા રોડ પર રહેતી પરિણીતા પર એક શખ્સે હુમલો કર્યો - rajkotnews

ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર રહેતી પટેલ પરિણીતા પર એક શખ્સે છરી વડે હુમલો કરી એસીડ નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલાએ બૂમ પાડતાં પાડોશીઓ દોડી આવ્યા હતાં અને હુમલો કરીને શખ્સ નાશી છૂટ્યો હતો.

ગોંડલમાં બાર વર્ષ પહેલાનું મનદુઃખ રાખી યુવાને મહિલા પર હુમલો કર્યો
ગોંડલ ગુંદાળા રોડ
author img

By

Published : Nov 10, 2020, 10:44 PM IST

  • 12 વર્ષ પહેલાનું મનદુખ રાખી કર્યો હતો હુમલો
  • આરોપી છરી મારીને પોતાનો થેલો ત્યાં મુકીને જતો રહ્યો
  • થેલામાંથી એસીડ ભરેલી બોટલ કાઢી મહિલા પર એસિડ ફેક્યું

રાજકોટ : જિલ્લાના ગોંડલ ગુંદાળા રોડ પર શાંતિનગરમાં રહેતી મહિલા ઘરે એકલી હતી. મહિલાના ઘરની ડેલી ખોલી ડેકોરા સીટીમાં રહેતાં સામતગીરી રેવાગીરી ગોસ્વામીએ તારો પુત્ર કાનો કયાં છે તેવું કહીં ગીતાબેન સાથે ઝપાઝપી કરી મોબાઈલ ઝૂંટવી છરી કાઢી મહિલા પર વાર કર્યો હતો. હુમલાથી મહિલાની ડાબી આંખ ઉપર ઇજા થઈ હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલાં સામતગીરીએ તારો પતિ મનસુખ કયાં ગયો તેવું કહી એસીડ નાંખવાનો પ્રયત્ન કરતાં મહિલાએ બુમાબુમ કરતા પાડોશીઓ દોડી આવતાં સામતગીરી ત્યાંથી નાસી ગયો હતો.

ગોંડલમાં બાર વર્ષ પહેલાનું મનદુઃખ રાખી યુવાને મહિલા પર હુમલો કર્યો
આરોપી પોતાનો થેલો ઇજાગ્રસ્તના ઘરે મૂકી ભાગી છૂટ્યો ગભરાયેલી મહિલા તેમનાં પતિ મનસુખભાઈને જાણ કરતાં તે ઘરે દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત પત્નીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપી સામતગીરી 12 વર્ષ પહેલાંના મનદુ:ખનો બદલો લીધો12 વર્ષ પહેલાં સામતગીરી મહિલાની ઘર સામે રહેતો હતો અને મહિલાના પતિ મનસુખભાઈ સામે ખોટી શંકા કુશંકાઓ કરતો હતો. પતિ મનસુખભાઈ સાથે સામતગીરીને મનદુખ સર્જાયુ હતું એ વાતનો ખાર રાખી છરી વડે હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું. મનસુખભાઈ ગોંડલ માર્કેટયાર્ડમાં કાઠીયાવાડ ટ્રેડીંગ નામે પેઢી ચલાવે છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ આરોપી સામતગીરીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.