- ગુજરાતભરના મોટાભાગના નેતાઓએ કરી પીડિત પરિવારની મુલાકાત
- હત્યાના આરોપીના બુધવાર સુધી રિમાન્ડ મંજુર થયા
- સી.આર.પાટીલ પણ આવ્યા હતા પીડિત પરિવારની મુલાકાતે
જેતલસર: કોંગ્રેસ તરફથી હાર્દિક પટેલ તો NCP તરફથી રેશ્મા પટેલ સહિતના આગેવાનો મૃતક તરુણીના પરિવારને સાંત્વના આપવા માટે આવી પહોંચ્યા હતા. જેતલસરના શ્રમિક પરિવારની દીકરીને ગામમાં રહેતા જયેશ સરવૈયાએ એક તરફી પ્રેમમાં લગ્ન માટે રાજી ન થતા ક્રુરતાપૂર્વક છરીના ઘા ઝીંકીને તરુણીની હત્યા કરી હતી.
આ પણ વાંચો: જેતલસરમાં સગીરાની હત્યા કરનારા યુવકને સજા કરવા MLA લલિત વસોયાની માગ
NCP નેતા રેશ્મા પટેલ દ્વારા સરકારને અપીલ
જે બનાવને પગલે ગુજરાતભરના આગેવાનો તેમજ નેતાઓ પીડિત પરિવારની પડખે ઉભા રહેવા માટે આવ્યાં હતાં. આ મામલે, NCP નેતા રેશ્મા પટેલ દ્વારા પણ પરિવારને સાંત્વના આપવામાં આવી હતી. તેમણે સરકાર પીડિત પરિવારને આર્થિક સહયોગ આપવા માટે અપીલ કરી હતી.
આ પણ વાંચો: જેતલસર હત્યાકાંડના પડઘા સમગ્ર રાજ્ય અને દેશમાં પડ્યા છે: સી.આર.પાટીલ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ પરિવારની મુલાકાતે
જેતપુર તાલુકાના જેતલસર ગામે બનેલ બનાવના રાજ્યભરમાં પડઘા પડ્યા હતા. મૃતક તરુણીને ન્યાય અપાવવા માટે ઠેરઠેર કેન્ડલ માર્ચ તેમજ આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે. તરુણીના પરિવારને સાંત્વના પાઠવવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પણ આવ્યા હતા.