- પત્રકાર જગત માટે એક ગર્વ લેવા જેવી વાત
- "ચાંદો ઉગ્યો ચોકમાં" પુસ્તકના રચયિતા એવા નિલેશ પંડયા સાથે વાતચીત
- આજની નવી પેઢી આ લોકગીતોથી કનેક્ટ થઈ શકે તે માટેનો પ્રયાસ
રાજકોટ: આધુનિક સમયમાં ગુજરાતી સાહિત્ય અને લોકગીતો અંગે યુવા પેઢી વધુમાં વધુ જાગૃત થાય તે માટે અનેક નામાંકિત સાહિત્યકારો અને લોકગાયકો ખૂબ મહેનત કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ગુજરાતના જાણીતા લોકગાયક અને વરિષ્ઠ પત્રકાર એવા નિલેશ પંડ્યા દ્વારા લખવામાં આવેલા "ચાંદો ઉગ્યો ચોકમાં" પુસ્તને ગુજરાત સાહિત્ય એકેડમી દ્વારા દ્વિતિય પારિતોષિક મળ્યું છે. જે લોકગાયકો અને પત્રકાર જગત માટે એક ગર્વ લેવા જેવી વાત છે. ત્યારે આ અંગે ETV ભારત દ્વારા નિલેશ પંડ્યા સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Poet Parul Khakkhar ની 'નક્સલ' કવિતા સંદર્ભે ગુજરાત સાહિત્ય અકાદમીએ ઝાટકણી કાઢી
ગુજરાતી લોકગીતો ઘણાં, પણ તેનો અર્થ શું તે જાણવું જરૂરી: નિલેશ પંડ્યા
ચાંદો ઉગ્યો ચોકમાં પુસ્તને ગુજરાત સાહિત્ય એકેડમી દ્વારા પારિતોષિક આપવામાં આવતા ETV ભારત દ્વારા આ અંગે પુસ્તકના રચયિતા એવા નિલેશ પંડયા સાથે વાતચીત કરવામાં આવી હતી. તે દરમિયાન તેમણે જણાવ્યું કે, ગુજરાતી લોકગીતો ઘણા બધા છે. જ્યારે લોકગીતોએ અનામી હોય છે, આ લોકગીતો સાંભળવા સાથે લોકોને આ ગીતોના ચોક્કસ અર્થનો પણ ખ્યાલ આવે તે જરૂરી છે. જો લોકગીતોનો અર્થ નહિ સમજાય તો આજની નવી પેઢી આ લોકગીતોથી કનેક્ટ નહિ થાય અને આ લોકગીતો તરફ આકર્ષિત થઈ શકે તે માટેનો આ પ્રયાસ છે.
વિવિધ પ્રોગ્રામોમાં લોકગીતોને અર્થ સાથે રજૂ કર્યો
નિલેશ પંડ્યા હાલ લોકગાયક અને પત્રકાર પણ છે. એટલે સ્વભાવિક રીતે તેઓ અલગ અલગ સ્થળોએ યુનિવર્સિટીમાં તેમજ કોલેજોમાં લોકગીત અંગેના પ્રોગ્રામ કરતાં હોય છે. જ્યાં આજની આધુનિક યુગની પેઢી લોકગીતો સમજી શકે તે માટે તમને લોકગીતો રજૂ કરતા પહેલા આ ગીતનો અર્થ કહેતા જેના કારણે લોકગીત અંગેનો ખ્યાલ નવી પેઢીને સહેલાઈથી આવે અને તેઓ આ લોકગીતમાં વધુમાં વધુ રસ લેતા થાય, આ પ્રકારના અર્થ સાથેના કાર્યક્રમની શરુઆત તેમને અંદાજીત 7 વર્ષ પહેલાં કરી હતી.
લોકગીતોનો વારસો સચવાય તે માટે પુસ્તક લખ્યું
ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા લોકગીતો છે, પરંતુ આ લોકગીતોનો અર્થ ભાગ્યે જ કોઈ પાસેથી જાણવા મળે છે. જ્યારે નિલેશ પંડ્યાએ પ્રથમ કાર્યક્રમમાં લોકગીતો સાથે તેનો અર્થ સમજાવાની શરુઆત કરી ત્યારબાદ તેઓએ વર્તમાનપત્રમાં પણ આ લોકગીતો સાથેની એક કોલમ શરૂ કરી જેને ભારે પ્રતિશાદ મળતા તેમના દ્વારા "ચાંદો ઉગ્યો ચોકમાં" પુસ્તક લખવામાં આવ્યું. જેમાં અલગ અલગ 90 જેટલા લોકગીતો રસદર્શન સાથે લખવામાં આવ્યા. જેને ગુજરાત સરકાર દ્વારા માહિતી ખાતાના પ્રકાશનમાં પ્રગટ કરવામાં આવ્યું.
આ પણ વાંચો: પંચમહાલની સરકારી કોલેજના આચાર્યના પુસ્તકને મળ્યો પુરસ્કાર
'છેલડા હો છેલડા' નામનું 51 ધોળ સાથેનું પુસ્તક રચ્યું
ચાંદો ઊગ્યો ચોકમાં પુસ્તકમાં લોકગીતી અને તેના રસદર્શન અંગેની વિશેષ રચના કરવામાં આવી, જેવી રીતે નિલેશ પંડ્યા દ્વારા વર્ષ 2021માં જ 'છેલડા હો છેલડા' પુસ્તક લખવામાં આવ્યું. જેમાં 51 જેટલા ધોળ સાથે રસદર્શન રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે મોટાભાગના વૃદ્ધાઓ મંદિર તેમજ ધાર્મિક સ્થળોએ એકઠા થઈને લોકગીતો ગાતા હોય છે, એ વૃદ્ધાઓ દ્વારા ગાવામાં આવતા ગીતોને ધોળ તરીકે ઓળખવામાં આવે છે. ધોળએ લય એક પ્રકારનું લોકસંગીત જ હોય છે. જેને લઈને 51 જેટલા ધોળ સાથે તેમનું રસદર્શન કરીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.