રાજકોટ : ગોંડલ નાગરીક બેન્કના ચેરમેન જયંતિભાઇ ઢોલે જણાવ્યું હતું કે, રાજાશાહી સમયમાં મહારાજા સર ભગવતસિંહજીએ ભૂગર્ભ ગટર, પહોળાં રાજમાર્ગો, ટી.પી.સ્કીમ સહીત વિકાસશીલ સુશાન સાથે દુરંદેશી દાખવી હતી. આજે રાજ્ય સરકાર દ્વારા અઢળક ગ્રાન્ટ મળી રહી હોય ગોંડલ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે.
રાજ્ય કૃષિપ્રધાન ફળદુએ જણાવ્યું કે, સરકારની પ્રજાલક્ષી નિતિઓથી શહેરોનું કાયા કલ્પ થઇ રહ્યું છે.
વડાપ્રધાન મોદીના મક્કમ નિર્ણયોને કારણે વિકાસને પાંખો મળી છે. ખાનગી મિલ્કતોની કિંમત ઉંચકાઈ છે. દેશનાં કૃષી ઉત્પાદનમાં ગુજરાતની ચાવી રુપ ભુમીકા છે. પ્રાકૃતીક ખેતીને મહત્વ અપાયું છે. રાજ્ય સરકાર દ્વારા બદલાવ લઇ આવી માનવીય આરોગ્ય નજર દોડાવાઇ છે.
વાઇબ્રન્ટ સમીટ દ્વારા વિશ્વના મુડી રોકાણકારો ગુજરાત આવતાં થયાં છે. દુનિયાની નજર ભારત માટે બદલાઇ છે. ફળદુએ ગોંડલમાં વિકાસયાત્રા માટે નગરપાલિકા તંત્ર અને આગેવાનોને બિરદાવી સરકાર મોકળા મને ગ્રાન્ટ આપે છે કામ થવું જોઈએ તેવી ટકોર કરી હતી.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ભુપતભાઈ ડાભી, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા ઉપ પ્રમુખ અર્પણાબેન આચાર્ય, ગોંડલ મહારાજા જ્યોતિન્દ્રસિંહજી સહીત આગેવાનો, કલેકટર રૈમીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.