ETV Bharat / city

Rakshabandhan: રાજકોટમાં જોવા મળી ગોલ્ડ અને સિલ્વરની રાખડીઓ

author img

By

Published : Aug 5, 2021, 7:11 PM IST

Updated : Aug 5, 2021, 11:07 PM IST

આગામી દિવસમાં રક્ષાબંધન(Rakshabandhan)નો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. રક્ષાબંધનને ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. ત્યારે રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા બજારોમાં રાખડીનું વેચાણ શરૂ થઇ ગયું છે. જેને લઇને રાજકોટના એક સોની વેપારીએ સોના અને ચાંદીની રાખડીઓ(Gold and silver rakhi)નું નિર્માણ કર્યું છે.

Rakshabandhan: રાજકોટમાં જોવા મળી ગોલ્ડ અને સિલ્વરની રાખડીઓ
Rakshabandhan: રાજકોટમાં જોવા મળી ગોલ્ડ અને સિલ્વરની રાખડીઓ
  • ગયા વર્ષે પણ બજારમાં સિલ્વર અને ગોલ્ડની રાખડી બજારમાં હતી
  • રાજકોટના એક સોની વેપારીએ સોના અને ચાંદીની રાખડીઓનું નિર્માણ કર્યું
  • વેપારી પાસે રૂપિયા 200થી માંડીને રૂપિયા 10 હજારની રાખડીઓ જોવા મળી છે

રાજકોટ: આગામી દિવસોમાં દેશમાં પવિત્ર તહેવાર રક્ષાબંધન (Rakshabandhan)આવી રહ્યો છે, ત્યારે રક્ષાબંધનનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ રહ્યું છે. જ્યારે ભાઈ-બહેનના સંબધોના પવિત્ર પ્રેમનું પ્રતિક રક્ષાબંધનને માનવામાં આવે છે. ત્યારે રક્ષાબંધનના તહેવારને લઈને રાજકોટના બજારોમાં અવનવી રાખડીઓનું નિર્માણ થયું છે. જેને લઇને રાજકોટના એક સોની વેપારીએ પ્યોર સોના અને ચાંદીની રાખડીઓ(Gold and silver rakhi)નું નિર્માણ કર્યું છે.

આ પણ વાંચો- આયુર્વેદિક રાખડીઃ વડોદરાના ઉદ્યોગ સાહસિકે બનાવી અનોખી રાખડી, જે બચાવશે કોરોનાથી

આ વર્ષે પણ રાજકોટમાં સિલ્વર અને ગોલ્ડન રાખડીનું નિર્માણ થયું છે

આ વેપારી પાસે રૂપિયા 200થી માંડીને રૂપિયા 10 હજારની રાખડીઓ જોવા મળી રહી છે. આ સોની વેપારી દ્વારા ગયા વર્ષે પણ સિલ્વર અને ગોલ્ડન રાખડી(Gold and silver rakhi)નું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે પણ રાજકોટમાં સિલ્વર અને ગોલ્ડન રાખડીનું નિર્માણ થયું છે. જેની દેશમાં ખૂબ જ માગ વધી રહી છે.

રૂપિયા 100થી લઈને 10 હજાર સુધીની રાખડીઓનું નિર્માણ

રાજકોટમાં સોની બજારમાં અંદાજીત 15 વર્ષથી સોના ચાંદીનો વેપાર કરતા જ્વેલર્સ સિદ્ધાર્થ સહુલિયા દ્વારા સોનાની અને ચાંદીની રાખડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં રૂપિયા 200થી માંડીને 10 હજાર સુધીની રાખડીઓ જોવા મળી રહી છે. જ્યારે આ સોના-ચાંદીની રાખડીઓની દેશમાં પણ ખૂબ જ માગ દેખાઈ રહી છે.

રક્ષાબંધન નિમિતે રાજકોટમાં જોવા મળી ગોલ્ડ અને સિલ્વરની રાખડીઓ

સોના-ચાંદીની રાખડીઓને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે

હાલ રાજકોટમાંથી સુરત, અમદાવાદ, વડોદરા સહિતના ગુજરાતના વિવિધ શહેરો તેમજ દેશના અલગ-અલગ રાજ્યના મેટ્રો સિટીમાં આ રાખડીઓ મોકલવામાં આવી રહી છે. જ્યારે રાજકોટમાં સોનાની અને ચાંદીની રાખડીઓ બજારમાં આવતા લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રાખડીની માગ પણ વધી રહી છે.

રાજકોટમાં જોવા મળી ગોલ્ડ અને સિલ્વરની રાખડીઓ

સિલ્વરમાં 50 અને ગોલ્ડમાં 12 વિવિધ રાખડીઓ ઉપલબ્ધ છે

સિલ્વરમાં 45થી 50 જેટલી વિવિધ વેરાયટીની રાખડીઓ જોવા મળી રહી છે. જ્યારે તેનો રૂપિયા 200થી 1 હજાર સુધીનો ભાવ રાખવામાં આવ્યો છે. આ રાખડીઓમાં જેટલું પ્રમાણ સિલ્વરનું હોય તે રીતના ભાવ નક્કી થતો હોય છે. આવી જ રીતે ગોલ્ડમાં પણ 12થી વધુ વેરાયટીઓ રાખડીની જોવા મળી રહી છે. જેમાં રૂપિયા 5 હજારથી માંડીને 10 હજાર સુધીની રાખડીઓ બનાવવામાં આવી છે. સોનાની રાખડીઓમાં પણ જેટલું સોનાનું પ્રમાણ છે તે પ્રમાણેના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. આમ નાના બાળકોથી માંડીને મોટા સૌ કોઈ માટે અલગ-અલગ રાખડીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- રક્ષાબંધનમાં આ વર્ષે ખાઈ શકાય તેવી રાખડી માર્કેટમાં મળશે, જાણો કેવી હશે?

રાખડીના બોક્સમાં કંકુ ચોખા સાથે મીઠાઈ

સિદ્ધાર્થ સહુલિયાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષે પણ બજારમાં સિલ્વર અને ગોલ્ડની રાખડી(Gold and silver rakhi) મૂકી હતી, ત્યારે ચાલુ વર્ષે પણ હાલ સિલ્વર અને ગોલ્ડની રાખડીઓ મૂકવામાં આવી છે. જ્યારે ગયા વર્ષે કોરોનાના કારણે થોડી મંદી હતી, પરંતુ આ વર્ષે રાખડીઓની માગ રાજકોટ સહિત ગુજરાતના વિવિધ મેટ્રો શહેર અને ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાંથી પણ થઈ રહી છે. આ સિવાય તેઓએ ઓનલાઇન પણ રાખડીઓ વેચવા મૂકી છે. જેને લઇને અન્ય રાજ્યના ગ્રાહકો પણ મોટા પ્રમાણમાં આ રાખડીઓ ખરીદી રહ્યા છે.

Last Updated : Aug 5, 2021, 11:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.