- સામાન્ય સભા અધ્યક્ષ ભુપત બોદરની આગેવાનીમાં યોજવામાં આવી
- આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓ વધારવાની મંજૂરી અપાઇ
- રીપેરીંગ અને અન્ય ડેમો અલગ-અલગ એજન્સી હેઠળ છે
રાજકોટ: રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સામાન્ય સભા અધ્યક્ષ ભુપત બોદરની આગેવાનીમાં યોજવામાં આવી હતી. સામાન્ય સભામાં આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓને વધારવા માટે ચર્ચા કરાઇ હતી. જેને લઈને જિલ્લામાં આવેલા વિવિધ આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓ વધારવા, PHC સેન્ટરમાં ટ્રાન્સફર કરવાના ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ આણંદ જિલ્લા પંચાયતની આજે શુક્રવારે પ્રથમ સામાન્ય સભા યોજાઇ
ચેક ડેમ અને તળાવો રીપેરીંગ કરવાના ઠરાવને મંજૂર કરવામાં આવ્યો
આ સભામાં ચેક ડેમ અને તળાવો રીપેરીંગ કરવાના ઠરાવને મંજૂર કરવામાં આવ્યો હતો. આ સિવાય જિલ્લા પંચાયતની નવી બિલ્ડીંગ માટેની પણ રજૂઆત રાજ્ય સરકારને મોકવામાં આવે તે અંગેની ચર્ચાઓ સામાન્ય સભાઓમાં થઈ હતી.
જિલ્લામાં કુલ 54 આરોગ્ય કેન્દ્ર છે
રાજકોટ જિલ્લાના અલગ-અલગ તાલુકામાં કુલ 54 જેટલા આરોગ્ય કેન્દ્ર છે. ત્યારે આ આરોગ્ય કેન્દ્રમાં જેમ બને તેમ વધુમાં વધુ આરોગ્યની સુવિધાઓ મળે તે માટેના ઠરાવને મંજૂર કરવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લા પંચાયત હસ્તક 2 હજાર જેટલા ચેકડેમ છે
આગામી દિવસોમાં આવનાર ચોમાસાને લઇને હાલ રાજકોટ જિલ્લા પંચાયત હસ્તક 2 હજાર જેટલા ચેકડેમ છે. તેના રીપેરીંગ અને અન્ય ડેમો જે અલગ-અલગ એજન્સી હેઠળ છે, તેને પણ જિલ્લા પંચાયત હસ્તક આપવામાં આવે તે અંગેના ઠરાવને મંજૂર કરવામાં આવ્યો છે. જેના કારણે ગામોમાં ચેકડેમનું રીપેરીંગ વહેલુ થશે તો ખેડૂતોને મુશ્કેલી ઉભી થશે નહિ અને સહેલાઈથી સિંચાઈ માટેનું પાણી મળી રહેશે.
જિલ્લા પંચાયતની નવી બિલ્ડીંગ બનાવવામાં આવશે
સામાન્ય સભામાં જિલ્લા પંચાયતની નવી બિલ્ડીંગ બનાવવાના ઠરાવને મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી જે પંચાયતની બિલ્ડીંગ હતી, તેનું વારંવાર રીનોવેશન કરવામાં આવતું હતું. જેનો ખર્ચ વધી જતો હતો. ત્યારે જિલ્લા પંચાયતની નવી બિલ્ડીંગ બનાવમાં આવે, તો રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 30 કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ જામનગર: જિલ્લા પંચાયતની છેલ્લી સામાન્ય સભામાં રોડ રસ્તા અને આરોગ્ય માટે 3 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ
પંચાયતોની બિલ્ડિંગ પર હોર્ડિંગ લગાડવાની મંજૂરી આપવામાં આવશે
હાલ જિલ્લા પંચાયતને હોર્ડિંગની આવક ઓછી હોય તો, આગામી દિવસોમાં વિવિધ પંચાયતોની બિલ્ડિંગ પર હોર્ડિંગ લગાડવાની મંજૂરી આપવામાં આવશે. જેના કારણે આવકમાં વધારો થઇ શકે છે.