રાજકોટ: રાજકોટના જામનગર રોડ પર આવેલ ડાંગર કોલેજ પાછળ એક રહેણાંક મકાનમાં ગેસનો બાટલો લીકેજ થતા ઘરમાં ભયાનક આગ લાગી હતી. આ આગ લાગવાની ઘટનામાં (Gas Cylinder Blast in Rajkot ) ઘરમાં રહેતું દંપતિ દાઝી ગયું હતું. જેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે સારવાર અર્થે લાવવામાં આવ્યા છે.
પુત્ર બાથરૂમમાં હોવાના કારણે બચી ગયો
આગમાં દાઝેલા દિનેશભાઈએ (Fire in Rajkot Housing Colony) જણાવ્યું હતું કે હું ઘરમાં સવારે સૂતો હતો અને અચાનક જોરદાર અવાજ સંભળાયો. જ્યારે ધડાકા જેવો અવાજ આવતા હું જાગી ગયો હતો. મેં જોયું તો મારી પત્ની સળગેલી હાલતમાં ઘરમાંથી અંદર અને બહાર દોડતી નજરે પડી હતી. જ્યારે ઘરમાં હું મારી પત્ની અને મારો પુત્ર હતાં. ઘટના સમયે મારો પુત્ર બાથરૂમમાં હોવાથી તે ઇજાગ્રસ્ત થયો નથી. ઘટના (Gas Cylinder Blast in Rajkot ) દરમિયાન ઘરમાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Fire in Rajkot Godown: રાજકોટમાં બંગડીના ગોડાઉનમાં આગ લાગવાથી લાખોનો મુદ્દામાલ બળીને ખાખ
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ નથી આવ્યું સામે
ડાંગર કોલેજ પાછળના વિસ્તારમાં આવેલ હાઉસિંગ આવાસના ક્વાર્ટરમાં (Fire in Rajkot Housing Colony) આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં દોડધામ મચી હતી. જ્યારે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જો કે આ ઘરમાં આગ (Gas Cylinder Blast in Rajkot ) લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જ્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એવી પણ ચર્ચા છે કે બાટલો લીકેજ હોવાના કારણે ઘરમાં આગ લાગી હતી. આ ઘટનામાં ઘરમાં રહેતાં મધુબેન નામના મહિલા ગંભીર રીતે દાઝી ગયા છે.
આ પણ વાંચોઃ તાતીથૈયાના કેપનીમાં ગરમ પાણીની પાઇપલાઇનનું ઢાંકણ ખૂલી જતાં 5 કામદારો દાઝ્યા