ETV Bharat / city

રાજકોટમાંથી કોંગ્રેસે 3 અને AAPએ 2 મુસ્લિમને આપી ટિકિટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને હાલ રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે રાજકોટ મનપાની ચૂંટણી પણ જાહેર થઇ છે. જેના માટે આ વખતે ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી અને NCPના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

રાજકોટમાંથી કોંગ્રેસે 3 અને AAPએ 2 મુસ્લિમને આપી ટિકિટ
રાજકોટમાંથી કોંગ્રેસે 3 અને AAPએ 2 મુસ્લિમને આપી ટિકિટ
author img

By

Published : Feb 14, 2021, 10:56 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
  • કોંગ્રેસે 3 અવે AAPએ 2 મુસ્લિમને આપી ટિકિટ
  • ભાજપે એક પણ મુસ્લિમને ટિકિટ આપી નથી

રાજકોટઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને હાલ રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે રાજકોટ મનપાની ચૂંટણી પણ જાહેર થઇ છે. જેના માટે આ વખતે ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી અને NCPના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી દ્વારા 72 બેઠકો માટે 72 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેને લઇને તેમના ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જ્યારે 72 માંથી કોંગ્રેસની એક બેઠક પર ફોર્મ પરત ખેંચાયું છે, પરંતુ એક બેઠક પર ફોર્મ રદ થયું છે. એટલે કે કોંગ્રેસ માત્ર 70 ઉમેદવારો સાથે મેદાને છે.

કોંગ્રેસે 3 મુસ્લિમ ઉમેદવારોને આપી ટિકિટ

ચૂંટણીઓમાં હંમેશા અલગ-અલગ સમાજનું પ્રતિનિધિત્વ કરતા લોકોને ટિકિટ આપવામાં આવતી હોય છે. જેને લઇને આ વખતે કોંગ્રેસ દ્વારા ત્રણ મુસ્લિમ ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે. જેમાં વોર્ડ નંબર 15ના કોર્પોરેટર મકબુલ હબીબ દાઉદાણીને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 16 બાબુ ઠેબા જ્યારે વોર્ડ નંબર 2માં યુનુસ જુનેજાને પણ ટિકિટ આપવામાં આવી છે. આ બન્ને મુસ્લિમ ઉમેદવારોને કોંગ્રેસ દ્વારા પ્રથમ વખત ટિકિટ અપાઈ છે.

આમ આદમી પાર્ટીએ 2 મુસ્લિમ ઉમેદવારોને આપી ટિકિટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વર્ષે આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ વખત જ તમામ બેઠકો પર ચૂંટણી લડવા આવી રહી છે. જેને લઇને આમ આદમી પાર્ટીએ રાજકોટમાં 2 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હોવાનું સામે આવે છે. જેમાં વોર્ડ નંબર 2માં અહમદ સંઘ, જ્યારે વોર્ડ નંબર 16માં અફઝલ રાઉમાને ટિકિટ આપવામાં આવી છે. જો કે, AAP પ્રથમ વખત લડતી હોવાના કારણે કોઈ રિપીટ ચહેરાઓની શક્યતાઓ રહેતી નથી.

ભાજપમાં એક પણ મુસ્લિમ ઉમેદવારોને નથી અપાઈ ટિકિટ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા 3 જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા 2 મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે, પરંતુ ભાજપ માંથી એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી નથી. ગત ટર્મમાં ભાજપમાંથી વોર્ડ નંબર 2માં સોફિયા દલને ટિકિટ આપવામાં આવી હતી. જે ગત ટર્મમાં જીત્યા હતા, પરંતુ આ વખતે તેમને પણ ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી નથી, જ્યારે રાજકોટ મનપાની 72 બેઠક માટે ભાજપે 72 નામો જાહેર કર્યાં છે, તેમાં એક પણ મુસ્લિમ ચહેરાને સ્થાન આપવામાં આવ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.