- રાજકોટ સિટી બસની તમામ બહેનોને મોટી ગિફ્ટ
- રક્ષાબંધન નિમિતે બહેનો માટે નિશુલ્ક પ્રવાસ
- ગમે તેટલી વખત ગમે તે રૂટ પર બહેનો નિઃશુલ્ક પ્રવાસની મજા માણી શકશે
રાજકોટ: શહેરના લોકોને શહેરી પરિવહન સેવા પુરી પાડવા મનપા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.22/08/2021 રવિવારના રોજ “રક્ષાબંધનના તહેવાર નિમિતે આ બંને બસસેવામાં બહેનો માટે દર વર્ષની પરંપરા મુજબ ફ્રી બસ સેવા પુરી પાડવા નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો: સુરતના એના ગામની આદિવાસી મહિલાઓ પોતાની કલાનું પ્રદર્શન કરી રોજી મેળવે છે
કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત નિશુલ્ક પ્રવાસ
ચાલુ વર્ષે રક્ષાબંધનો તહેવાર તા.22/08/2021 રવિવારના રોજ છે. રક્ષાબંધન નિમિતે શહેરમાં કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત બહેનો નિ:શુલ્ક પ્રવાસ કરી શકશે. આ અંગેનો નિર્ણય મનપા દ્વારા લેવામાં આવ્યો છે. શહેરની બહેનો રક્ષાબંધન પ્રસંગ માટે સિટી બસની ફ્રી સેવાનો લાભ લેવા મનપાના અધિકારી પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે. તહેવાર દરમિયાન માસ્ક પહેરવું તથા સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવું અને ભીડ ન થાય તેની ખાસ તકેદારી રાખવાની પણ અપીલ કરાઈ છે.