રાજકોટ સૌરાષ્ટ્રના જગ વિખ્યાત યાત્રાધામ વિરપુરમાં ખેડૂતોએ પણ સરકારના હર ઘર તિરંગા અભિયાનમાં Har Ghar Tiranga જોડાયા હતા. જેમાં આ ખેડૂતોએ પોતાના બળદ ગાડામાં તેમજ ખેતરોમાં વાવેલાં પાક વચ્ચે ભારત માતા કી જય અને વંદે માતરમના દેશ ભક્તિના નારાઓ સાથે દેશની આન, બાન, શાન એવા તિરંગાઓ લહેરાવ્યા હતા.
આ પણ વાંચો SDRF દ્વારા ડેમ ખાતે બોટિંગ તથા સ્વિમિંગ કરી તિરંગો લહેરાવ્યો
ખેડૂતોએ બળદ ગાડામાં તેમજ ખેતરમાં તિરંગાઓ લહેરાવ્યા : આ કાર્યક્રમને લઈને સમગ્ર દેશભરમાં દેશની આન, બાન, શાન ગણાતા તિરંગાને સરકારી ઓફિસોથી લઈને ખાનગી ઓફિસો તેમજ લોકો પોતાના ઘર, એપારટમેન્ટમાં લહેરાવી રહ્યા છે, ત્યારે આ સાથે અનેક સંસ્થાઓ તેમજ શિક્ષકો, વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા રેલીઓ યોજી હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈ રહ્યા છે. આ દેશ પ્રેમ અને તિરંગો સાથે ખેડૂતોએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશના લોકો જ્યારે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાય રહ્યા છે. ત્યારે અમે કિશાનો પણ આ અભિયાન અંતર્ગત જોડાઈને તિરંગા લહેરાવ્યો હતો.
આ પણ વાંચો દ્વારકા જિલ્લામાં મોટી સંખ્યમાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા
તિરંગાનું સન્માન જાળવવુ જોઈએ વીરપુર જલારામના આ ખેડૂતોએ સમગ્ર દેશના લોકોને અપીલ સાથે સંદેશો પણ આપ્યો છે કે, તમે પણ તમારા વિસ્તારમાં તિરંગો લહેરાવી તેમનું સન્માન જાળવી રાખો અને સાથે જ જ્યારે પણ તિરંગો લહેરાવો ત્યારે તે તિરંગાનું અપમાન ન થાય અને તે તિરંગાની શાન જળવાય તે રીતે લહેરાવો જોઈએ અને તેમનું સન્માન જાળવવુ જોઈએ તેવું જણાવ્યું છે.