ETV Bharat / city

સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો શંખનાદઃ રાજકોટ મનપાના 18 વોર્ડમાં 72 બેઠકો માટે યોજાશે ચૂંટણી - Gujarat local body elections

રાજ્યમાં 6 મહાનગરપાલિકાની 21 ફેબ્રુઆરી 2021 અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતની 28 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે. જેમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં પણ મનપાની ચૂંટણી યોજાનાર છે. જેને લઈને ભાજપ-કોંગ્રેસ સહિત આ વર્ષે આમ આદમી પાર્ટી અને NCP પણ પોતાના ઉમેદવારો મનપાની ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતારનાર છે. જ્યારે આ વર્ષે ભાજપ કોંગ્રેસની સાથે વિકલ્પ તરીકે આપ અને NCP પણ મનપા ચૂંટણીમાં મેદાનમાં છે. જેને લઈને આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં ખરાખરીનો ખેલ જોવા મળી શકે છે.

રાજકોટ મનપાના 18 વોર્ડમાં 72 બેઠકો માટે યોજાશે ચૂંટણી

author img

By

Published : Dec 28, 2020, 3:53 PM IST

Updated : Jan 23, 2021, 5:39 PM IST

  • રાજકોટ મનપાની યોજાશે ચૂંટણી
  • 18 વોર્ડમાં 72 બેઠકો માટે યોજાશે ચૂંટણી
  • રાજ્યમાં મહાનગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ફેબ્રઆરીમાં યોજાશે ચૂંટણી

રાજકોટઃ મહાનગરપાલિકાની સ્થાપના 1973માં કરવામાં આવી હતી. જ્યારે હાલ રાજકોટ મહાનગરપાલિકા હેઠળ 18 જેટલા વોર્ડ આવે છે. જેમાં કુલ 72 જેટલી બેઠકો છે, એટલે રાજકોટ મનપાની ચૂંટણી 72 બેઠકો પર યોજાશે. તાજેતરમાં જ રાજકોટની આસપાસના ગામનો પણ રાજકોટના અલગ-અલગ વોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

72 બેઠકમાંથી 13 બેઠક અનામત

રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં 72 બેઠકોનો સમાવેશ થાય છે. આ 72 બેઠકમાંથી 13 બેઠક અનામત રાખવામાં આવી છે. જેમાં 7 ઓબીસી, 5 અનુસૂચિત જનજાતિ અને 1 મહિલા આદિજાતિ બેઠક અનામત રાખવાની જાહેરાત કરાઈ છે. ચૂંટણીપંચના નિયમ મુજબ 50 ટકા બેઠક એટલે કે 36 બેઠક મહિલાઓ માટે અનામત રહેશે. રાજકોટ મનપાની ચૂંટણીમાં પ્રથમ વખત આદિજાતિની મહિલા માટે અનામત બેઠકની જાહેરાત થશે.

પ્રથમ વખત મહિલા આદિજાતિ બેઠક અનામત

રાજકોટમાં પ્રથમ વખત આદિજાતિની બેઠક મહિલા અનામત જાહેર થઇ છે. જેને લઈને વોર્ડ નં.1ના ભાજપમાંથી વિજેતા થયેલા અને આદિજાતિ અનામત બેઠક પર ચૂંટણી લડેલા આશિષ વાગડિયા હવે અનામત બેઠક પર ચૂંટણી લડી શકશે નહીં. તેના બદલે જે વોર્ડમાં આદિજાતિની બેઠક જાહેર થાય ત્યાં મહિલા ઉમેદવાર ચૂંટણી લડશે.

માત્ર એક જ વખત આવ્યું છે કોંગ્રેસનું શાસન

રાજકોટ મનપાની સ્થાપના થઇ ત્યારથી અત્યાર સુધી મોટા ભાગે ભાજપનું સાશન રાજકોટ મનપામાં જોવા મળ્યું છે. જ્યારે વર્ષ 2000 થી 2005 દરમિયાન માત્ર કોંગ્રેસનું સાશન રાજકોટ મનપામાં હતું. જ્યારે અત્યારની પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે. હાલ ભાજપ અને કોંગ્રેસ બન્ને મુખ્ય રાજકિય પક્ષ દ્વારા ચૂંટણી અગાઉ જ જીતના પ્રબળ દાવાઓ કરવામાં આવી રહ્યા છે.

Last Updated : Jan 23, 2021, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.