- મવડી વિસ્તારમાં આવેલા અંકુર રોડ પરના 115 મકાનોને તોડાશે
- મેયરના જ વોર્ડમાં મકાન કપાતમાં આવતા સ્થાનિકો રોષે ભરાયા
- વિરોધ કરતા સમયે મહિલાઓની તબિયત બગડતા હોસ્પિટલ ખસેડાઈ
રાજકોટઃ શહેરના મવડી વિસ્તારમાં (Demolition at Rajkot) આવેલા અંકુર રોડ પરના (Demolition on Ankur Road in Mwdi area of Rajkot) 115 જેટલા મકાનો અહીં રસ્તો નીકળતો હોવાથી કપાતમાં આવે છે. આ વાતની જાણ સ્થાનિકોને હવે ખબર પડતાં તેમના દ્વારા વિસ્તારમાં એકઠા થઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. તે દરમિયાન કેટલીક મહિલાઓ રડી પડી હતી અને તેમની તબિયત લથડી હતી. ત્યારબાદ આ મહિલાઓને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. શહેરના વોર્ડ નંબર 12 વિસ્તારની આ ઘટના છે. જ્યારે રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ આ વિસ્તારના કોર્પોરેટર (The mayor of Rajkot, Dr. Corporator of Pradeep Dove Ward No. 12) છે પરંતુ તેમના જ વિસ્તારમાં ડિમોલિશન મામલો (Demolition at Rajkot) બહાર આવતા શહેરભરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો- સુરતમાં મજૂરા ફાયર સ્ટેશનનો કોરોનાના કારણે અટકી ગયેલો બાકીનો ભાગ પત્તાની જેમ ધરાશાયી થયો
માત્ર એક જ બિલ્ડરને કારણે વિસ્તારમાં રોડ
અહીં રોડ રસ્તાઓ નીકળતા હોવાના કારણે અંકુર રોડ પર આવેલા 115 જેટલા મકાનોનું ડીમોલેશન (Demolition at Rajkot) કરવામાં આવશે. જેને લઈને સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમે અહીં વર્ષોથી રહીએ છીએ. જ્યારે અમે મકાન લીધું ત્યારે વિસ્તારમાં નકશામાં અવો કોઈ રોડ નહતો. આજે આ રોડ બનાવવાનો નિર્ણય રાતોરાત લઈ લેવામાં આવ્યો છે. જ્યારે અહીં માત્ર એક જ બિલ્ડરના કારણે આ રોડ બનાવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોને હજુ તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી નથી.
આ પણ વાંચો- નવસારીમાં શ્રમિકોએ પોતાના મળેલા આવાસ ભાડે આપી દીધા
તંત્રએ સ્થાનિકોના ઘરે જઈને સૂચના આપી
આ મામલે સ્થાનિક ભરતભાઈએ જણાવ્યું હતું કે, અમે અહીં 25 વર્ષથી રહીએ છીએ. જ્યારે વિસ્તારમાં અમે પ્લોટ લીધો ત્યારે ટીપીમાં જોવડાવ્યું હતું. કોઈ રોડ રસ્તા અહીં નીકળતા નથી. ત્યારે રાતોરાત કોર્પોરેશને અહીં રસ્તો ખૂલ્લો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે આ મામલે અમને કોર્પોરેશન દ્વારા હજી સુધી કોઈ નોટિસ પણ આપવામાં આવી નથી, પરંતુ અમને મકાન પાડવાની માહિતી (demolition in mayor's ward) મળી હોવાથી અમે વિરોધ દર્શાવ્યો છે અને અમારા ઘરને ભવિષ્યમાં ન પાડવા માટેની અપીલ કરીએ છીએ.