ETV Bharat / city

રાજકોટમાં ડેરીનો વ્યવસાય બન્યો હત્યાનું કારણ, 3 લોકોએ મળી યુવાનની કરી હત્યા - રાજકોટ

રાજકોટમાં કોરોનાના સંક્રમણની સાથે સાથે ગુનાહિત પ્રવૃતિમાં પણ વધારો થઈ રહ્યો છે. રવિવાર મોડી રાત્રે ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતા મુસ્લીમ અગ્રણીની ધારિયાના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. ડેરીનો વ્યવસાય કરતા આ ઈસમની હત્યા તેમના જ પાડોશમાં રહેતા ઈસમો દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં યુવાનની હત્યા
રાજકોટમાં યુવાનની હત્યા
author img

By

Published : Aug 3, 2020, 3:24 PM IST

Updated : Aug 4, 2020, 8:31 PM IST

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા એવા રંગીલા રાજકોટમાં દિવસેને દિવસે ગુનાખોરી પ્રવૃતિમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રવિવાર મોડી રાતે શહેરના ઉપલાકાંઠે રહેતા મુસ્લિમ અગ્રણી આરીફ ચાવડાની ધારીયાના ઘા મારીને હત્યા થઈ ગઈ હોવાનું સામે આવ્યુ છે.

રાજકોટ સહકારી ડેરીમાં નોકરી કરતા અબ્દુલ ઓસમાણ ખેબર ડેરીમાંથી છાશ ખરીદી પોતાના ઘરે પનીર બનાવવાનો અને છાશ વહેંચવાનો વ્યવસાય કરતા હતા. છાશમાંથી પનીર બનાવવાને કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાતી હોવાથી તેમના ઘર સામે રહેતા મુસ્લિમ અગ્રણી આરિફ ગુલામ હુશેનભાઇ ચાવડા અને તેના ભાઇઓ વારંવાર આ મુદ્દે અબ્દુલને સમજાવવા જતા હતા.

રાજકોટમાં ડેરીનો વ્યવસાય બન્યો હત્યાનું કારણ, 3 લોકોએ મળી કરી એક યુવાનની હત્યા

આ અગાઉ પણ આ મામલે માથાકૂટ ચાલી રહી હતી. જેને પગલે રવિવારે આ મામલે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આરીફ ભાઈઓને સમજાવવા ગયો હતો, પરંતુ મામલો વધારે બીચકતા આરીફ પર ધારીયા વડે હુમલો કરતા તેનું મોત થયું હતું. અબ્દુલ ખેબર, તેમનો પુત્ર વસીમ અને ભત્રીજો રિયાઝ ઉર્ફે બાબા નામના ઇસમે આ હુમલો કર્યાનું સામે આવ્યું છે.

19 જુલાઈ - રાજકોટમાં પત્નીની હત્યા કરનારા પતિની પોલીસે ધરપકડ કરી

રાજકોટઃ શહેરના ગાયત્રીનગરમાં રહેતા તરુણાબેન બાલકૃષ્ણ ટાંક નામની મહિલાને તેના પતિ કોઠારીયા વિસ્તારમાં આવેલા પોતાના નવા મકાનમાં સફાઈ કામ માટે લઈ ગયો હતો. જ્યાં બન્ને વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતાં પતિ બાલકૃષ્ણએ પત્નીના માથામાં સળિયાથી હુમલો કર્યો હતો. જેમાં પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પતિએ હત્યા કરી મહિલાના મૃતદેહને રાજકોટના 150ફૂટ રીંગરોડ પર આવેલા કણકોટ નજીક ફેંકી દીધો હતો. જે બાદ પતિએ પોલીસ મથકમાં પત્ની ગુમ થયાની ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ રાજકોટ આજીડેમ પોલીસને આ મમાલે આશંકા જતાં પોલીસે બાલકૃષ્ણની આગવીઢબે પૂછપરછ કરતાં આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. જેથી પોલીસે આરોપી પતિ અને તેના માસીના છોકરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં બનેલી અન્ય હત્યાની ઘટનાઓ

18 એપ્રીલ - રાજકોટમાં હત્યા કરેલી હાલતમાં મળી આવેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો

રાજકોટ: 14 એપ્રિલે લોધીકાથી રીબડા જતા રોડ પર વાડીમાં અજાણી મહિલાની હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે આ અંગે તપાસ કરતા મૃતક મહિલા કિરણબેન કિશોરભાઈ પરમાર રહે. મૂળ જૂનાગઢના છે, તેમ સામે આવ્યું હતું. મૃતક કિરણબેન અપરણીત હોવાનું અને રાજકોટના જામનગર રોડ પર રહેતા બાવાજી પરિવારને ત્યાં ઘરકામ કરતી હતી.

18 જૂન - ધોરાજીના રસુલપરામાં યુવાનની હત્યા કરી આરોપીઓ ફરાર

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના રસુલપરા વિસ્તારમાં જૂની અદાવતમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

11 જૂન - રાજકોટ મર્ડર કેસઃ પૈસાની લેતીદેતી મામલે કરાઇ હતી યુવકની હત્યા

રાજકોટમાં બુધવારે મોડીરાત્રે મોરબી રોડ પર આવેલા રોણકી ગામે અશોક રાઠોડ નામના યુવાનની હત્યા થઈ હતી. જે મામલે રાજકોટ ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

11 જૂન - રાજકોટમાં રોણકી ગામે યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હત્યાનું કારણ અકબંધ

રાજકોટની ભાગોળે મોરબી રોડ પર આવેલા રોણકી ગામે રહેતા અશોક છગનભાઈ રાઠોડ નામના 30 વર્ષના યુવકને અનિલ કેશુભાઈ ઝીંઝુવાડિયા નામના ઇસમે હતી. જેમાં યુવાનને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું. આ હત્યા કરનારા આરોપી ત્યાથી નાસી છૂટ્યો હતો. આ હુમલા દરમિયાન અશોક સૂતો હતો.

19 મે - રાજકોટ: જામકંડોરણામાં મહિલાની હત્યા બાદ આરોપીએ કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટ: જામકંડોરણાના ચરેલ ગામમાં ખેતરે જતી મહિલની હત્યા એક યુવકે કરી હતી. મહિલાની હત્યા કર્યા બાદ આરોપીએ ઝેરી દવા પી લીધી હતી. જે બાદ ગંભીર હાલતમાં તેને ગોંડલની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

27 મે - રાજકોટમાં વૃદ્ધની હત્યા, પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલ્યો

રાજકોટઃ મોરબી રોડ પર આવેલા ગોડાઉન નજીક એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે, મૃતદેહ પર ઇજાના નિશાન હતા સાથે જ મૃતદેહ જે જગ્યાએથી મળી તેની નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરો પણ તૂટેલો જોવા મળ્યો હતો. જેને લઈને પોલીસને પણ આ મામલે હત્યા કરાઈ હોવાની શંકા જાગી હતી. જેને લઈને રાજકોટ ક્રાઇમબ્રાન્ચ અને એસઓજીના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. તેમજ મૃતકની ઓળખ મેળવીને આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા.

Last Updated : Aug 4, 2020, 8:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.