ETV Bharat / city

રાજકોટમાં દિવાળી નિમિત્તે સોના- ચાંદીની દુકાનો પર ગ્રાહકોની ભીડ - સોની બજાર

હાલ સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દિવાળી પૂર્વે રાજકોટમાં સોની બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. કોરોના મહામારી વચ્ચે ગ્રાહકો બજારમાં સોના ચાંદીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી કોરોનાને કારણે મંદીની મારનો સામનો કરતા વેપારીઓને કોરોનાકાળમાં થયેલા નુકસાનની ભરપાઇ કરવાની તક મળી છે.

સોની બજાર
સોની બજાર
author img

By

Published : Nov 12, 2020, 4:36 PM IST

  • રાજકોટવાસીઓ કરી રહ્યા છે સોનાચાંદીની ખરીદી
  • સોની બજારોમાં ઉમટ્યા ગ્રાહકો
  • વેપારીઓમાં ખુશીનો માહોલ

રાજકોટ: સમગ્ર દેશમાં દિવાળીનું પર્વ શરૂ થઈ ગયું છે. ત્યારે દિવાળી પૂર્વે રાજકોટમાં સોની બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. કોરોના મહામારીની વચ્ચે પણ ગ્રાહકો બજારમાં સોના ચાંદીની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. અત્યાર સુધી કોરોનાના કારણે મંદીની મારનો સામનો કરતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ સોની બજાર
વેપારીઓમાં ખુશીનો માહોલ

દિવાળીના એક અઠવાડિયા પૂર્વે જોવા મળી બજારોમાં ભીડ

દિવાળીના તહેવારને એક અઠવાડિયાની વાર હતી ત્યારથી રાજકોટની સોની બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. છેલ્લા એક અઠવાડિયામાં ગ્રાહકો આવતા સોનાચાંદીના વેપારીઓને રાહત થઈ છે. જ્યારે હજુ પણ કેટલાક સોનીઓ મંદીની મારનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. કોરોનાને લઈને વેપારીઓ સજાગ થયા છે અને દુકાને આવતા ગ્રાહકોને માસ્ક તેમજ દુકાનમાં વધારે ભીડ ન થાય તેનું પણ ચોક્કસ ધ્યાન રાખી રહ્યા છે.

રાજકોટ સોની બજાર
કોરોના મહામારીના કારણે ગ્રહકોનું બજેટ ઘટ્યું

સોના- ચાંદીની વસ્તુઓની ગ્રાહકો કરી રહ્યા છે ખરીદી

રાજકોટના પેલેસ રોડ પર આવેલા આર. દેવજીભાઈ જવેલર્સના માલિકે ETV BHARATને જણાવ્યું કે, દિવાળીને ચાર દિવસની વાર છે, ત્યારે હાલ સોની બજારમાં ખરીદી જોવા મળી રહી છે. કોરોના મહામારી દરમિયાન ખૂબ જ મંદીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ દિવાળી સમયે ગ્રાહકો બજારમાં ખરીદી માટે આવતા એવું લાગે છે કે, કોરોનાકાળમાં પણ દિવાળી સારી જશે. હાલ જોઈએ એટલા પ્રમાણમાં ગ્રાહકો ખરીદી નથી કરી રહ્યા, પણ પહેલા કરતા પરિસ્થિતિ સુધરી છે. ગ્રાહકો સોના ચાંદીની નાની નાની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે.

રાજકોટ સોની બજાર
સોની બજારોમાં ઉમટ્યા ગ્રાહકો

10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 52,500

રાજકોટમાં સોના ચાંદીના ભાવની વાત કરીએ તો, 10 ગ્રામ સોનાનો ભાવ હાલ રૂપિયા 52,500ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા 62,500ની સપાટીએ જણાઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં ભાવમાં પણ થોડો ઘટાડો થયો હોવાનું વેપારી જવાની રહ્યા છે. તેમજ આગામી દિવસોમાં લગ્નની સિઝન પણ આવી રહી હોવાથી હાલ ગ્રાહકો સોનાની ખરીદી દિવાળી દરમિયાન કરી રહ્યા છે. જ્યારે કોરોનાની મહામારી હોય કેટલાક ગ્રાહકો ફોન પર સમય માગીને દુકાની મુલાકાત લઇ રહ્યા છે.

રાજકોટ સોની બજાર
રાજકોટવાસીઓ કરી રહ્યા છે સોનાચાંદીની ખરીદી

સોની વેપારીઓનું માનવું છે કે, હાલ કોરોનાની મહામારીના કારણે ગ્રહકોનું બજેટ પણ ઘટ્યું છે. એટલા માટે ગ્રાહકો હાલ નાના ચેન, વીંટી, બુટ્ટી, પેન્ડલ જેવી સોનાની નાની વસ્તુઓની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. જ્યારે બજારમાં પણ છેલ્લા કેટલાય સમયથી ગ્રાહકોની ખરીદી ન હોવાના કારણે ચાલુ વર્ષે નવી ડિઝાઇન પણ જોવા મળી રહી નથી. ગ્રાહકોને જોઈએ એ પ્રમાણેની ડિઝાઇન હાલ વેપારીઓ બનાવીને આપી રહ્યા છે.

દિવાળી નિમિત્તે સોના- ચાંદીની દુકાનો પર ગ્રાહકોની ભીડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.