ETV Bharat / city

ગોંડલની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ

કોરોના મહામારીનો કારણે અગિયાર મહીનાથી બંધ રહેલી શાળામાં ધોરણ 6થી 8નું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થયું છે. જોકે, વિદ્યાર્થીઓની પાખી હાજરી જોવા મળી હતી. ગુજરાતની અંદાજે 32 હજારથી વધુ પ્રાથમિક શાળાઓ બાળકોના કલબલાટથી ગુંજી ઉઠી છે.

ગોંડલની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થયું

author img

By

Published : Feb 19, 2021, 3:41 PM IST

  • રાજકોટ જિલ્લાના ગોંડલમાં 11 માસ બાદ શાળાઓમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત
  • ધોરણ 6થી 8નું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થયું
  • ગુજરાતની અંદાજે 32 હજારથી વધુ પ્રાથમિક શાળાઓમાં બાળકોનો કલબલાટ

રાજકોટ : ગોંડલમાં 11 માસ બાદ શાળાઓમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ હતી. ધોરણ 6થી 8નું પ્રત્યક્ષ શિક્ષણ કર્યા શરૂ થયું જોકે, વિદ્યાર્થીઓની પાખી હાજરી જોવા મળી હતી.

શાળા તરફથી પણ માસ્ક, સેનિટાઈઝર, થર્મલ ગન, સ્વચ્છતા વગેરે સલામતીના પગલાં

કોરોના મહામારીનો કારણે અગિયાર મહિનાથી બંધ રહેલી શાળામાં ધોરણ 6થી 8નું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થયું છે. ત્યારે ગુજરાતની અંદાજે 32 હજારથી વધુ પ્રાથમિક શાળાઓ બાળકોના કલબલાટથી ગુંજી ઉઠી હતી. ત્યારે ગોંડલની કુમાર શાળા નંબર-5 (અ) ગોંડલના વાલીઓ પણ બાળકોને શાળાએ મોકલવા સહમતી આપી રહ્યા છે. શાળા તરફથી પણ માસ્ક, સેનિટાઈઝર, થર્મલ ગન, સ્વચ્છતા, વગેરે સલામતીના પગલાં લેવામાં આવ્યા છે.

સરકારની SOP ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ થઈ રહી છે

શાળા નંબર 5 (અ) ગોંડલના આચાર્ય અશોકભાઈ શેખડા તથા શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા કોઈપણ બાળક કોરાનાથી સંક્રમિત ન થાય તે માટે બાળકો અને વાલીઓને માર્ગદર્શન આપી સાવચેતીના પગલાં લેવા ખાસ અનુરોધ કર્યો છે. જેમાં બાળકો અને શિક્ષકોની સલામતી માટે ખાસ તકેદારી લેવામાં આવી રહી છે. સરકારની SOP ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ થઈ હતી.

પ્રત્યક્ષ શિક્ષણlથી વાલીઓમાં હરખની લાગણી

ગરીબ પરિવારના બાળકો કે, જેમની પાસે ઓનલાઈન શિક્ષણના ઉપકરણો ઉપલબ્ધ નથી. જેમને ઘણા સમયથી શિક્ષણથી વંચિત રહ્યા છે. શરૂ થઈ રહેલા પ્રત્યક્ષ શિક્ષણને વાલીઓમાં હરખની લાગણી અનુભવી છે અને શિક્ષકોએ આ પગલાંને આવકાર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.