ETV Bharat / city

રાજકોટમાં બ્રીજનાં કામો ઘીમી ગતિએ ચાલતાં રોજ ટ્રાફિકની લાગે છે લાંબી કતારો... - News From Rajkok

રાજકોટ શહેરમાં મોટા ભાગે તમામ જગ્યા પર અત્યારે ઓવરબ્રીજ અને અંડરબ્રીજની કામગીરી ઘણા સમયથી શરૂ(construction work of bridge in Rajkot started a long time ago) કરવામાં આવી છે. શહેરમાં મુખ્ય માર્ગ એવા હોસ્પિટલ ચોક પર, ગોંડલ ચોકડી ખાતે, કાલાવડ રોડ ઉપર, 150 ફુટ રોડ ઉપર અને નાના મૌવા સર્કલ પાસે પણ ઓવરબ્રીજ નિર્માણ પામી રહ્યો છે. મુખ્ય બાબત એ છે કે, આ તમામ બ્રીજ ઘણાં સમયથી નિર્માણ પામી રહ્યાં છે, પરંતુ હજી સુધી અંત આવતો નથી તેના કારણે રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

રાજકોટમાં બ્રીજનાં કામો ઘીમી ગતિએ ચાલતાં રોજ ટ્રાફિકની લાગે છે લાંબી કતારો...

author img

By

Published : Dec 9, 2021, 4:14 PM IST

Updated : Dec 9, 2021, 4:48 PM IST

  • બ્રીજનું કામ ધીમી ગતીએ થતાં રહીશોમાં રોષની લાગણી મળી જોવા
  • શહેરમાં બ્રીજની કામગીરી ઘણા સમયથી શરૂ છતાં પરીણામ શૂન્ય
  • કોરોનાના કારણે કામમાં સમસ્યા સર્જાઇ : ડેપ્યુટી મેયર

રાજકોટ: રાજકોટમાં અલગ અલગ જગ્યાએ નાના મોટા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ(construction work of bridge in Rajkot started a long time ago) કરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગ એવા હોસ્પિટલ ચોક, ગોંડલ ચોકડી, કાલાવડ રોડ, 150 ફુટ રોડ અને નાના મૌવા સર્કલ પાસે પણ ઓવરબ્રીજ નિર્માણ પામી રહ્યો છે. શહેરમાં ચારેય બાજુ ઓવરબ્રિજ અને અંડરબ્રીજની કામગીરી ઘણા સમયથી શરૂ(rajkot in Bridge construction work slow) છે, જે હજુ સુધી પૂર્ણ થવાનું નામ લેતી નથી. આ તામામ બ્રીજના કામ શરૂ હોવાના કારણે શહેરમાં સવાર-સાંજ ઠેર-ઠેર ટ્રાફિકનાં દ્રશ્યો જોવા મળે છે, જેને લઇને વિસ્તારમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે.

રાજકોટમાં બ્રીજનાં કામો ઘીમી ગતિએ ચાલતાં રોજ ટ્રાફિકની લાગે છે લાંબી કતારો...

બ્રીજનું કામ ધીમી ગતીએ થતાં રહીશોમાં રોષની લાગણી મળી જોવા

શહેરનાં લક્ષ્મીનગર નાલા ખાતે પણ અંડરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ છે. ત્યારે અહીંના સ્થાનિકોએ એવો આક્ષેપ કર્યો છે કે, છેલ્લા ઘણાં સમયથી અહીં બ્રીજ બનાવવાની કામગીરી શરૂ છે પરંતુ મંદ ગતિએ કામ થઇ રહ્યું છે. રહીશો દ્વારા વધું જણાવવામાં આવ્યું કે, અહીંથી દરરોજ નીકળતા વાહનચાલકો પણ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેવામાં શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર મોટા મૌવા સર્કલ ખાતે પણ આ જ પ્રકારની સમસ્યાઓ સર્જાઇ રહી છે.

કોરોનાના કારણે સમસ્યા સર્જાઇ : ડેપ્યુટી મેયર

ઓવર અને અંડરબ્રિજની કામગીરી બાબતે ડેપ્યુટી મેયર દર્શિતા શાહે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે, જેના કારણે મજૂરો પોતાના વતન જતા રહ્યા હતાં. આ વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ ઠેરઠેર જોવા મળી હતી, જેના કારણે જે પણ ઓવરબ્રીજ, અંડરબ્રીજનું કામ નિયત સમયમાં પૂર્ણ થવાનું હતું તે થઇ શક્યું નથી પરંતુ હવે આ કામો પુર જોશ કરવામાં આવી રહ્યાં છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે આ કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે કોર્પોરેશનની ટીમ દ્વારા વારંવાર જે સાઇટ પર કામ શરૂ છે તેની મુલાકાત લેવામાં આવી રહી છે, જેના કારણે કામ સમયસર પૂર્ણ થાય તે મુજબની કાર્યવાહી કરાઈ રહી છે.

આ પણ વાંચો : સુરતમાં કેબલ બ્રિજને જકડીને રાખે તે માટે લગાવેલા પાર્ટ્સની ચોરી

આ પણ વાંચો : ડીસામાં 225 કારોડના ખર્ચે તૈયાર થયેલા એલિવેટેડ બ્રિજનું અમિત શાહ કરશે ઈ-લોકાર્પણ

Last Updated : Dec 9, 2021, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.