- રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાથી વણસી રહી છે સ્થિતિ
- રાજકોટ ભાજપના અગ્રણીએ મુખ્યપ્રધાન રૂપાણીને લખ્યો પત્ર
- પત્રમાં ભાજપના નેતાઓને લોકો વચ્ચે જઈને મદદ કરવા અંગે કરી અપીલ
રાજકોટ: હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. જેમાં લોકોની પરિસ્થિતિ બેહાલ બની છે. દર્દીઓને હોસ્પિટલમાં બેડ પણ મળી રહ્યા નથી. એવામાં રાજકોટ ભાજપના અગ્રણી ચેતન રામાણીએ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પત્ર લખ્યો છે અને લોકોએ ખોબલે-ખોબલે મત આપ્યા હોય, ત્યારે કોરોના મહામારીમાં પ્રજા વચ્ચે જવાની ભાજપના નેતાઓને અપીલ કરી છે. ચેતન રામાણીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, રાજકોટના સાંસદ, ધારાસભ્યો ભાજપના હોદ્દેદારો અને આગેવાનો હાલ કોરોના મહામારી વચ્ચે દેખાઈ નથી રહ્યા. જેમને પ્રજાની મદદ કરવી જોઈએ.
આ પણ વાંચો: રાજકોટમાં કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે 24 કલાક સ્મશાન કાર્યરત, ચીમની પીગળી રહી હોવાની શંકા
ખોબલે ખોબલે મત આપ્યા હવે પ્રજા વચ્ચે જવાની તક
ચેતન રામાણીએ વિજય રૂપાણીને પત્ર લખીને અપીલ કરી છે કે, જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી, ત્યારે ભાજપ અને લોકોએ ખોબલે-ખોબલે મત આપ્યા છે અને હાલ લોકોને આ નેતા અને આગેવાનોની જરૂર હોવા છતાં તેઓ લોકો વચ્ચે દેખાઈ રહ્યા નથી. ભાજપના ધારાસભ્યો, સાંસદો, પદાધિકારીઓને લોકો વચ્ચે કોરોના મહામારીમાં જવા માટે સૂચના આપવાની રામાણીએ રજૂઆત કરી છે.