- કોરોના વાઇરસનો કહેર યથાવત
- ધમણ-1 વેન્ટિલેટર ધૂળ ખાતા નજરે પડ્યા
- ગાયત્રીબા વાઘેલાએ સુપ્રિન્ટેન્ડેન્ટને સવાલો કર્યા
રાજકોટઃ શહેરની સિવિલ હોસ્પિટલની અંદર પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા પહોંચ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટને સવાલો કર્યા હતા. તેમણે વાપર્યા વિનાના 250 કરતાં વધારે વેન્ટિલેટર પડયા હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે ગાયત્રીબા વાઘેલાએ સિવિલ હોસ્પિટલની મુલાકત લેતા જ 250 જેટલા ધમણ-1 કંપનીના વેન્ટિલેટર સિવિલની લોબીમાં ધૂળ ખાતા ધૂળ ખાતા જોયા ત્યારે ગાયત્રીબા સિવિલ સુપ્રિટેન્ડેન્ટને આડે હાથ લીધા હતા.
આ પણ વાંચોઃ રાજકોટ આગ્નિકાંડને બાદ ફરી એકવાર ધમણ વેન્ટિલેટર આવ્યું શંકાના દાયરામાં
પ્રથમ વેવમાં ધમણ-1નો ઉપયોગમાં લેવાયા હતા
જ્યારે સમગ્ર મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર મુદ્દે સિવિલ સુપ્રિટેન્ડન્ટ આર. એસ. ત્રિવેદીરએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, પ્રથમ વેવમાં ધમણ 1 ઉપયોગમાં લેવામાં આવતો હતો. જ્યારે બીજી વેવમાં નોન યુઝ હોવાથી તે વેન્ટિલેટરને લોબીમાં રાખવામાં આવ્યા છે. ત્યારે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ધમણ-3નો અત્યારે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. ધમણ-1ની જરૂરિયાત હોઈ તો જ ઉપયોગમાં લેવાય રહ્યા છે. સિવિલમાં હાલ જેટલા ICU બેડ છે તે મુજબ પૂરતા વેન્ટિલેટર ઉપલબ્ધ છે.
આ પણ વાંચોઃ જામનગરની કોવિડ હોસ્પિટલમાં ધમણ સોફ્ટવેરથી કોરોના દર્દીઓની તમામ મૂવમેન્ટ પર નજર, જાણો કેમ...?