ETV Bharat / city

Unique Worship Of Khadadev: રાજકોટમાં ખાડાદેવની અનોખી પૂજા, વિસ્તારવાસીઓએ રામધૂન બોલાવી - મનપા વોર્ડ નંબર 11માં વિરોધ

રાજકોટમાં ચોમાસાની ઋતુ બાદ શહેરનાં ઘણા બધા વિસ્તારોમાં રસ્તાઓ પર હજુ પણ સમારકામ કરવામાં આવ્યું નથી, ત્યારે હજુ પણ મોટાભાગના રસ્તાઓ પર ગાબડાં અને ખાડાઓ જોવા મળી રહ્યા છે, ત્યારે આજે રાજકોટના અંબિકા ટાઉનશિપના સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ (Unique protests by locals) નોંધાવવામાં આવ્યો હતો. સ્થાનિકોએ અહીંયા ખાંડાની પુજા (Unique Worship Of Khadadev) કરી હતી અને મહાનગરપાલિકા તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Worship Of Khadadev: રાજકોટમાં ખાડાદેવની અનોખી પૂજા, વિસ્તારવાસીઓએ રામધૂન બોલાવી

author img

By

Published : Dec 20, 2021, 8:52 AM IST

Updated : Dec 20, 2021, 9:11 AM IST

રાજકોટઃ રાજકોટમાં ભારે વરસાદ એટલે કે, ચોમાસાની ઋતુ બાદ શહેરનાં ઘણા બધા વિસ્તારોમાં રસ્તાઓ પર હજુ પણ સમારકામ કરવામાં આવ્યું નથી, ત્યારે હજુ પણ મોટાભાગના રસ્તાઓ પર ગાબડાં અને ખાડાઓ જોવા મળી રહ્યા છે, ત્યારે આજે રાજકોટના અંબિકા ટાઉનશિપના સ્થાનિકો દ્વારા અનોખો વિરોધ (Unique protests by locals) નોંધાવવામાં આવ્યો હતો. સ્થાનિકોએ અહીંયા ખાડાની પુજા (Unique Worship Of Khadadev) કરી હતી અને મહાનગરપાલિકા (municipal corporation rajkot) તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ચોમાસા બાદ અંબિકા ટાઉનશીપ સહિત 10થી વધુ સોસાયટીમાં હજુ પણ રોડ રસ્તા ઉપર મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે, ત્યારે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચોમાસુ પૂર્ણ થયાનો ઘણો સમય થયો છતાં પણ કોર્પોરેશ દ્વારા ખાડા મામલે યોગ્ય કાર્યવાહી કરાઈ નથી.

Worship Of Khadadev: રાજકોટમાં ખાડાદેવની અનોખી પૂજા, વિસ્તારવાસીઓએ રામધૂન બોલાવી

મનપા વોર્ડ નંબર 11માં યોજાયો અનોખો વિરોધ

વોર્ડ નંબર 11માં આવેલી અંબિકા ટાઉનશીપમાં ચોમાસા બાદ કોર્પોરેશન દ્વારા રોડ રસ્તાઓનું સમારકામ કર્યું નથી તેવો આક્ષેપ કરી સ્થાનિકો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે અંબીકા ટાઉનશીપના વિસ્તાર વાસીઓએ આ મોટા મોટા ખાડાઓના કારણે અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ તેને લઈને આ અનોખુ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ હોવાનું સ્થાનિક આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે છેલ્લા ઘણા સમયથી વિસ્તાર વાસીઓ રોડ રસ્તા પર ભારે ખાડાઓનો સામનો કરી રહ્યા છે.

નવા ભળેલા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ

રાજકોટ શહેરમાં વાવડી કોઠારીયા સહિત ઘણા બધા નવા ભળેલા વિસ્તારોનો સમાવેશ મહાનગરપાલિકામાં (municipal corporation rajkot) કરવામાં આવ્યો છે. ત્યારે આ નવા ભળેલા વિસ્તારમાં હજુ પણ ભૂગર્ભ ગટર, પાણીની પાઇપલાઇન અને રોડ-રસ્તાઓ જેવી પ્રાથમિક પાયાની સુવિધાઓ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નથી. જ્યારે વિસ્તાર વાસીઓએ આક્ષેપ કર્યો છે કે, તેમના દ્વારા વેરા બિલ સહિતના જથ્થા નિયમિત ભરવામાં આવી રહ્યા છે, છતાં પણ કોર્પોરેશન તેમને પ્રાથમિક પાયાની સુવિધાઓ આપતી નથી.

આ પણ વાંચો:

RMC in Rajkot: કામમાં ગંભીર બેદરકારીના કારણે રાજકોટ મનપાના વોર્ડ નં.3ના સેનેટરી ઇન્સ્પેકટર સસ્પેન્ડ કરાયા

Winter in Gujarat:રાજકોટમાં ઝૂના પ્રાણી-પક્ષીઓ માટે શિયાળાની ઠંડીથી રક્ષણ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી

Last Updated : Dec 20, 2021, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.